Home /News /ahmedabad /Narmada River: ભરૂચ માથેથી મોટું સંકટ ટળ્યું, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો

Narmada River: ભરૂચ માથેથી મોટું સંકટ ટળ્યું, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો

ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટી

Gujarat Rainfall Data: રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો હતો. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી વધીને 28 ફૂટથી વધુ થઈ ગઈ હતી. શુક્રવારે ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 25.25 ફૂટે પહોંચી છે. જોકે, નદી હજુ ભયજનક સપાટીથી સવા ફૂટ ઉપર વહી રહી છે. બીજી તરફ મહેસાણાના ધરોઈ  ડેમને પણ રૂલ લેવલથી વધારે ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 100 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. હાલ સૌરાષ્ટ્ર અને મધ્ય-પૂર્વ ગુજરાત વિસ્તારોમાં વરસાદની ઘટ છે. અન્ય વિસ્તારોમાં સરેરાશ 100 ટકાથી વધારે વરસાદ ખાબકી ગયો છે.

    સરદાર સરોવર ડેમની સપાટી


    બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 136.25 મીટર પહોંચી છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 4,33,295 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમના 23 દરવાજા 2.5 મીટર ખુલ્લા રાખીને નર્મદા નદીમાં 4,63402 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઉપરવાસમાંથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી છે. નદીમાં પાણી છોડવાને નર્મદા, વડોદરા, ભરૂચ સહિતના નદીના કાંઠા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં આજે 282 કોરોના કેસ સાથે એક દર્દીનું મોત, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    ધરોઈ ડેમ 621 ફૂટ સુધી ભરાશે


    બીજી તરફ મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમને 621 ફૂટ સુધી ભરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના હિતમાં ડેમને રૂલ લેવલથી વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે ઓગસ્ટ માસમાં 619 ફૂટ રૂલ લેવલ જાળવવાનું હોય છે, જ્યારે હવે રૂલ લેવલ કરતા વધારે બે ફૂટ પાણી ભરવાનો નિર્ણય કરાયો છે. ઉપરવાસમાં ઓછો વરસાદ થતા વહીવટી તંત્ર દ્વારા આવો નિર્ણય લેવાયો છે. હાલ ધરોઈ ડેમમાં 1 દરવાજો 3 ફૂટ ખુલ્લો રખાયો છે. ડેમમાં 20,421 ક્યુસેક આવક સામે 5,838 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમની ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. હાલ ડેમ 619.78 ફૂટ સુધી ભરાયેલો છે. બીજી રીતે જોઈએ તો ડેમમાં 91.28 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
    " isDesktop="true" id="1242961" >

    રાજ્યમાં 100 ટકા વરસાદ


    રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, Narmada dam, Sardar Sarover, ચોમાસુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन