Home /News /ahmedabad /સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, જળ સપાટી વધીને 136.01 મીટર થઈ

સરદાર સરોવર ડેમ (ફાઇલ તસવીર)

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

    નર્મદા: સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam water level)ની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 136.01 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી 1,92,234 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલ 1,49,122 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

    ગુજરાતમાં વરસાદની આગાહી (Gujarat rain forecast)


    હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી. પરંતુ રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ જોવા મળી શકે છે.

    મંગળવારનો દિવસનો ગુજરાત માટે મહત્વનો છે. કેમ કે, 23 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    રાજકોટના લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના


    બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળા (Lok Melo)માં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં મોતના કૂવા (Maut ka Kuwa)માં એક કાર નીચે ખાબકી હતી. ચાલુ મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જોકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    " isDesktop="true" id="1241402" >

    લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત


    સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રે અકસ્માત (Road accidents)માં ત્રણ યુવકે જીવ ગુમાવ્યો છે. લખતર-વિરમગામ હાઇવે (Lakhtar Viramgam highway) પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આઇસર ટ્રક (Eicher Truck) પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. એવી માહિતી મળી છે કે પૂર ઝડપે આવી રહેલું બાઇક આઈશર ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવાનનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat monsoon, Monsoon 2022, Narmada, Sardar Sarovar Dam

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन