Home /News /ahmedabad /સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો: જળ સપાટી 135.93 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો: જળ સપાટી 135.93 મીટરે પહોંચી

સરદાર સરોવર ડેમ (ફાઇલ તસવીર)

Sardar Sarovar Water Level: ભરૂચના લોકો માટે રાહતના સમાચાર છે. સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવક ઘટતા ભરૂચ ખાતે નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે પહોંચી છે. શુક્રવારે રાત્રે નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે પહોંચી હતી. રાત્રે 9.30 વાગે જળસ્તર 23.73 ફૂટ થયું હતું.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ની સપાટીમાં ફરી વધારે થયો છે. ડેમની જળ સપાટી વધીને 135.93 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસમાંથી 1,62292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે નર્મદા નદી (Narmada River)માં કુલ 1,61997 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમની કુલ સપાટી 138.68 મીટર છે.

    ભરૂચ માટે રાહતના સમાચાર


    ભરૂચના લોકો માટે રાહતના સમાચાર છે. સરદાર સરોવર ડેમમાંથી પાણીની જાવક ઘટતા ભરૂચ ખાતે નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે પહોંચી છે. શુક્રવારે રાત્રે નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે પહોંચી હતી. રાત્રે 9.30 વાગે જળસ્તર 23.73 ફૂટ થયું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા નદીની ભયજનક સપાટી ગોલ્ડન બ્રિજ (Golden Bridge) પાસે 24 ફૂટ છે. ડેમમાંથી છોડતા પાણીની માત્ર ઓછી કરવામાં આવતા જળસ્તરમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ભરુચના લોકોની ચિંતા વધી હતી.

    ઉકાઈ ડેમની સપાટી


    શનિવાર સવારે આઠ વાગ્યાની સ્થિતિ પ્રમાણએ ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત રહી છે. હાલ ઉકાઇ ડેમમાં 67,328 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 67,328 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 22 દરવાજા પૈકી 8 દરવાજા ખોલાયા છે. હાલ ડેમની જળ સપાટી 335.28 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમના આઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી 67,328 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

    આ પણ વાંચો: ...ને અચાનક ટોરાટોરા રાઇડમાંથી યુવક નીચે પટકાયો

    ગુજરાતમાં 24 કલાકમાં પડેલો વરસાદ


    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ 38 મી.મી. પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફક્ત બે તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
    " isDesktop="true" id="1240824" >

    ગુજરાતમાં અત્યારસુધી પડેલો વરસાદ


    ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 97.53 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 151.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 97.34 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 80.49 ટકા, સૌરાષ્ટ્રમાં 88.71 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 107.69 ટકા વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, Sardar Sarovar, ગુજરાત, ચોમાસુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन