જયપુરમાં લાફો પડતા સંજય લીલા ભણસાલીએ પદ્માવતીનું શૂટિંગ કર્યું રદ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 5:28 PM IST
જયપુરમાં લાફો પડતા સંજય લીલા ભણસાલીએ પદ્માવતીનું શૂટિંગ કર્યું રદ
જયપુરઃજયપુરમાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મનું શૂટિંગ રદ કર્યું છે.રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે મારપીટ કરાઇ છે. જયપુર નજીક જયગઢ કિલામાં ચાલી રહેલી ફિલ્મ પદમાવતીની શુંટીગ દરમિયાન અહી કરણી સેનાએ હંગામો કરી તોડફોડ કરી હતી. સંજય લીલા ભણશાલીને પણ કરણી સેનાએ લાફો ઝીક્યો હતો. જેને લઇને ભણસાલીએ પદ્માવતી ફિલ્મનું શુંટિગ રદ કરી દીધુ છે. જો કે કરણી સેના સામે કોઇ એફઆરઆઇ કરી નથી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 5:28 PM IST
જયપુરઃજયપુરમાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મનું શૂટિંગ રદ કર્યું છે.રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે મારપીટ કરાઇ છે. જયપુર નજીક જયગઢ કિલામાં ચાલી રહેલી ફિલ્મ પદમાવતીની શુંટીગ દરમિયાન અહી કરણી સેનાએ હંગામો કરી તોડફોડ કરી હતી. સંજય  લીલા ભણશાલીને પણ કરણી સેનાએ લાફો ઝીક્યો હતો. જેને લઇને ભણસાલીએ પદ્માવતી ફિલ્મનું શુંટિગ રદ કરી દીધુ છે. જો કે કરણી સેના સામે કોઇ એફઆરઆઇ કરી નથી.

જાણવા મળ્યા મુજબ આ ઘટના બાદ મુંબઇમાં  ફિલ્મ ડાયરેક્ટરની બેઠક યોજાશે.બેઠકમાં સંજય લીલા ભણસાલી પોતાનો પક્ષ રાખશે.રાજસ્થાનમાં શૂટિંગ નહીં કરવાનો નિર્ણય કરાયો છે.ભણસાલી અને ફિલ્મ ક્રૂ મુંબઈ પાછા ફરશે.

નોધનીય છે કે, રાજસ્થાનના રાજપુતોની આ કરણી સેના છે. તેમજ તેમનો આરોપ છે કે ભણસાલી દ્વારા બનાવાઇ રહેલી ફિલ્મ પદમાવતીમાં ઇતિહાસ સાથે છેડછાડ કરાઇ રહી છે.જેનો વિરોધ કરાયો છે.

ન્યુઝ18 ઇન્ડિયા સાથેની વાતચીતમાં મહિપાલ સિંહે કહ્યુ હતું કે રાણી પદમાવતી સાથે અલાઉદીન ખિલજીનો જે રોમાંસ દેખાડવાનો ફિલ્મમાં પ્રયાસ કરાયો છે. ખોટી રીતે ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કરાય છે જે નહી ચલાવી લેવાય. તેમણે કહ્યુ કે પદમાવતી ખરેખર એ મહિલા હતી જેણે પોતાની આન-બાન-શાન માટે જૌહર કર્યુ હતું.કરણી સેનાના આ કદમ પર હરબંસ મુખિયાનું કહેવું છે કે, ઇતિહાસ સાથે છેડછાડ કરણી સેના જેવા દળો કરે છે. જે રાષ્ટ્રવાદના નામ પર હિંસક કદમ ઉઠાવે છે.

પદમાવતી કોણ હતી જાણો

કહેવાઇ રહ્યા મુજબ રતનસેન ઐતિહાસિક વ્યક્તિ છે. તે ચિતોડના રાજા છે. પદમાવતી તેમની એ રાણી હતી જે સૌદર્યની પ્રશંસા સાભણીને તત્કાલીન સુલ્તાન અલાુદીન તેને પ્રાપ્ત કરવા ચિત્તોડ પર આક્રમણ કરી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. પરંતુ પદમાવતીના મૃત્યુને કારણે તેને પ્રાપ્ત કરી શકતો નથી.

First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर