Home /News /ahmedabad /સાણંદ SDM રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાત, 15 દિવસ પહેલા જ અહીં આવ્યા હતા રહેવા

સાણંદ SDM રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી કૂદીને કર્યો આપઘાત, 15 દિવસ પહેલા જ અહીં આવ્યા હતા રહેવા

રાજેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

    અમદાવાદ: સાણંદમાંથી ઘણાં જ આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ - સાણંદ એસડીએમ રાજેન્દ્ર કેશવલાલ પટેલે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. તેમણે સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીનાં પાંચમે માળેથી કુદીને આપઘાત કરી લીધાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે, સાણંદ વિધાનસભા સીટ ના રિટર્નિંગ ઓફિસર પણ હતા.

    15 દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા


    મૂળ પાલનપુરનાં રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીનાં B 403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા.

    ઘટના સ્થળની તસવીર

    પોલીસનો કાફલો ખડકાયો


    સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ અને પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

    પોલીસનો કાફલો ખડકાયો


    તેઓ અમદાવાદના સાણંદનાં પ્રાંત ઓફિસર હતા. આપઘાત પહેલા તેમણે કોઇ ચિઠ્ઠી લખી છે કે નહીં તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલનાં અચાનક આપઘાત બાદ પરિવાર અને આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત, સાણંદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन