સલ્લુનો સોનમ પ્રેમ, કહ્યું-સોનમ, ઐશ્વર્યા-માધુરીથી બહેતર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સલ્લુનો સોનમ પ્રેમ, કહ્યું-સોનમ, ઐશ્વર્યા-માધુરીથી બહેતર
ફિલ્મ પ્રમોશન આજકાલ કલાકારો માટે હાર્ડ જોબ બની રહ્યું છે, ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ સામે ચાલીને બહાર આવવું પડે છે ક્યારેક ટ્વિટસ્ટ તો ક્યારેક અટકચાળો પણ કરવો પડે છે. કંઇક આવું જ સલમાનના કિસ્સામાં જોવા મળ્યું છે.

ફિલ્મ પ્રમોશન આજકાલ કલાકારો માટે હાર્ડ જોબ બની રહ્યું છે, ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ સામે ચાલીને બહાર આવવું પડે છે ક્યારેક ટ્વિટસ્ટ તો ક્યારેક અટકચાળો પણ કરવો પડે છે. કંઇક આવું જ સલમાનના કિસ્સામાં જોવા મળ્યું છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નવી દિલ્હી # ફિલ્મ પ્રમોશન આજકાલ કલાકારો માટે હાર્ડ જોબ બની રહ્યું છે, ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ સામે ચાલીને બહાર આવવું પડે છે ક્યારેક ટ્વિટસ્ટ તો ક્યારેક અટકચાળો પણ કરવો પડે છે. કંઇક આવું જ સલમાનના કિસ્સામાં જોવા મળ્યું છે. આગામી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના પ્રમોશન દરમિયાન સલ્લુનો સોનમ પ્રેમ જાહેર થયો છે. સુપરસ્ટાર સલમાનખાનનું માનવું છે કે યુવા અભિનેત્રી અને ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની સાથી કલાકાર સોનમ કપૂરે ખૂબસુરતી અને પ્રતિભાના મામલે એમની નાયિકાઓ રહી ચુકેલી માધુરી દિક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનને પણ પાછળ રાખી દીધી છે. પરદા પર માધુરી, ઐશ્વર્યા, ભાગ્યશ્રી અને સોનાવી બેન્દ્રે સાથેની સલમાનની જોડીને દર્શકોએ વખાણી હતી. જોકે સલમાન સોનમની પહેલી ફિલ્મ સાંવરિયામાં એની સાથે કામ કરી ચૂક્યો છે. પરંતુ આ પહેલી વખત છે કે, બંને રાજશ્રી પ્રોડકશનની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હોય. માધુરી અને ઐશ્વર્યા સાથે સરખામણી કરવા અંગે તે કેવું અનુભવે છે એ પુછાતાં સોનમે કહ્યું હતું કે, મને નથી લાગતું કે મારી તુલના એમની સાથે કરવી જોઇએ. એમણે જે કંઇ પણ કર્યું છે એમાં તેઓ બહેતરીન રહ્યા છે. મને નથી લાગતું કે હું ખૂબસુરતી મામલે હું ઐશ્વર્યા અને પ્રતિભાના મામલે માધુરીની નજીક પણ હોઇ શકું. સોનમે કહ્યું કે, પરંતુ જ્યારથી મેં ફિલ્મ કેરિયર શરૂ કરી ત્યારથી લોકો મારી સરખામણી કરી રહ્યા છે કારણ કે હું અનિલ કપુરની પુત્રી છું. એટલે હું માત્ર મહેનત જ કરુ છું. સલમાને કહ્યું કે, મને લાગે છે કે તે એમના જેવી જ ખૂબસુરત અને પ્રતિભાસંપન્ન છે, કદાચ એમનાથી પણ વધારે. પ્રેમ રતન ધન પાયોના નિર્દેશન સૂરજ બડજાત્યાએ બનાવી છે જે 12મી નવેમ્બરે રિલીઝ થશે.
First published: November 5, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...