સલમાન ખાનને કોર્ટની રાહત: બિશ્નોઇ સમુદાય નારાજ, કહ્યું-સારૂ નથી થયું

Haresh Suthar | News18 Gujarati
Updated: January 18, 2017, 12:39 PM IST
સલમાન ખાનને કોર્ટની રાહત: બિશ્નોઇ સમુદાય નારાજ, કહ્યું-સારૂ નથી થયું
જોધપુર કોર્ટે સલમાન ખાનને ચિકારા કેસમાં નિર્દોષ છોડ્યો છે. રાહતના સમાચારને પગલે સલમાન અને એના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી તો બીજી તરફ પર્યાવરણ પ્રેમી અને બિશ્નોઇ સમુદાયમાં ચુકાદાને લઇને નારાજગી દેખાઇ. બિશ્નોઇ સમાજે આ અંગે આગળ લડત આપવાનો પણ હૂંકાર વ્યક્ત કર્યો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 18, 2017, 12:39 PM IST
જોધપુર #જોધપુર કોર્ટે સલમાન ખાનને ચિકારા કેસમાં નિર્દોષ છોડ્યો છે. રાહતના સમાચારને પગલે સલમાન અને એના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી તો બીજી તરફ પર્યાવરણ પ્રેમી અને બિશ્નોઇ સમુદાયમાં ચુકાદાને લઇને નારાજગી દેખાઇ. બિશ્નોઇ સમાજે આ અંગે આગળ લડત આપવાનો પણ હૂંકાર વ્યક્ત કર્યો છે.

વાંચો: આર્મ્સ એક્ટમાં સલમાનખાન નિર્દોષ, કોર્ટે આપ્યો ચુકાદો

આર્મ્સ એક્ટમાં ફસાયેલ બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જોધપુર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સલમાનખાનને ચિકારા શિકાર કેસમાં પણ નિર્દોષ છોડ્યો છે. સરકારી વકીલના અનુસાર કોર્ટે આશંકાનો લાભ આપીને સલમાનને નિર્દોષ છોડ્યો છે. સલમાન પોતાની બહેન અલવીરા સાથે કોર્ટમાં હાજર રહ્યો હતો.

સલમાનખાન કોર્ટમાં મોડેથી આવતાં જજ નારાજ થયા હતા. એમણે સલમાન ખાનને અડધા કલાકની અંદર હાજર થવા માટે તાકીદ કરી હતી. જ્યારે સલમાન ખાન હોટલથી કોર્ટ પહોંચ્યો તો ગણત્રીની મિનિટોમાં જ એને રાહતના સમાચાર મળી ગયા હતા. નિર્ણય બાદ સલમાન તરત જ હોટલ જવા માટે રવાના થઇ ગયો હતો. કોર્ટની બહાર સલમાન ખાનના સમર્થકો એકઠા થઇ ગયા હતા.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर