માયાભાઇ આહિરના ડાયરામાં ફરી નોટોનો વરસાદ,મીડિયાને લીધુ આડેહાથ શું કહ્યુ જાણો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
માયાભાઇ આહિરના ડાયરામાં ફરી નોટોનો વરસાદ,મીડિયાને લીધુ આડેહાથ શું કહ્યુ જાણો
વાપીઃવાપીના સલવાવમાં માયાભાઇ આહિરના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ત્યારે છેલ્લા થોડા સમયથી ડાયરામાં નોટો ઉડતી હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા હતા ત્યારે સલવાવના ડાયરામાં તેમણે મીડિયાને આડેહાથ લેતા કહ્યુ હતું કે તેવર હોય તો કેમેરા લઇને બિયરબારમાં જવું જોઇએ ત્યા પણ નોટોનો વરસાદ થતો હોય છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વાપીઃવાપીના સલવાવમાં માયાભાઇ આહિરના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ત્યારે છેલ્લા થોડા સમયથી ડાયરામાં નોટો ઉડતી હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા હતા ત્યારે સલવાવના ડાયરામાં તેમણે મીડિયાને આડેહાથ લેતા કહ્યુ હતું કે તેવર હોય તો કેમેરા લઇને બિયરબારમાં જવું જોઇએ ત્યા પણ નોટોનો વરસાદ થતો હોય છે. વાપીના સલવાવમા આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંસ્થા દ્વારા ચાલતા અનેક સેવાકીય કાર્યો અને લોક સેવા ના લાભાર્થે ભાગવત કથા અને વસંતપંચમી મહા મહોત્સવ યોજાઇ રહ્યો છે.જેમા સતત 7.દિવસ સુધી અનેક ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.જે દરમ્યાન સંસ્થા દ્વારા સતત બીજી વખત યોજાયેલ ભવ્ય લોક ડાયરા મા પણ લોકો એ સેવા અને ધર્મ ના નામે રૂપિયા નો વરસાદ વરસાવ્યો હતો. આ ડાયરા મા જાણીતા કલાકાર માયા ભાઈ આહિર,સુખદેવ ધામેલીયા અને ઉમેશ બારોટ જેવા કલાકારો એ મોડી રાત સુધી લોકો ને ડોલાવ્યા હતા.બે દિવસ પહેલા આ મહોત્સવ માકીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો એમા પણ નોટો નો વરસાદ થયો હતો.ત્યારે આ ડાયરામા પણ લોકો એ ધર્મ અને સેવાના હેતુથી મન મૂકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.ભજનો ની રમઝટ વચે ડાયરા મા નોટો ની છોડો ઉડી હતી.
કીર્તિદાન ગઢવી સહિત જાણીતા લોક કલાકારોના ડાયરાઓ મા ઉડતી લાખો ની નોટ ને લઈને આવા ડાયરા દેશભરમા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.જોકે કેટલાક મીડિયા મા લોક સેવા અને ધાર્મિક કાર્યો માટે સ્વૈચ્છિક ફંડ એકઠું કરવા યોજાતા આવા ડાયરાઓ મા નોટોની વરસાદને વિવાદિત રીતે રજૂ કરવામા આવી રહ્યા છે એને લઇને હવે કલાકારોમા પણ નારાજગી વ્યાપી રહી છે અને ડાયરાઓને નકારાત્મક રજૂ કરતા કલાકારો પણ હવે જાહેર મંચ પરથી મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે..બે દિવસ પહેલા અહીંજ યોજાયેલ ડાયરા મા કીર્તિદાન ગઢવીએ ડાયરા ઓ મા ઉડતી નોટોના મુદ્દે ઊભા થતા વિવાદ ને લઇ ને નારાજગી વ્યક્ત કરી હતી. તો આજે આ ડાયરામા માયાભાઇ આહિરએ પણ ધાર્મિક અને લોક સેવાના લાભાર્થે યોજાતા ડાયરાઓને નકારાત્મક અને વિવાદિત રીતે રજૂ કરતા મીડિયા સામે જાહેર મંચ પરથી તીખી પ્રતિક્રિયા આપી હતી.કલાકારોના મતે ગુજરાત ની લોક સંસ્કૃતિના પ્રતિક સમા ડાયરાએ કમાણી માટેનુ માધ્યમ નહી પરંતુ લોક સેવાના અને ધાર્મિક કાર્યક્રમોના લાભાર્થે ફંડ ફાળો એકઠું કરવા નુ માધ્યમ છે.વાપી મા પણ યોજાઇ રહેલ આ ડાયરાથી થતી આવક એ વાપી ની હોસ્પિટલો મા મફત ટીફીન સેવા,ગરીબ આદિવાસી બાલકો ના મફત શિક્ષણ અને અન્ય કેટલાક ધાર્મિક અને સેવાકીય કાર્યો માટે ઉપયોગમા લેવા મા આવનાર છે.
First published: February 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर