સુરક્ષા અને સલામતીના નિયમોને ધ્યાનમાં રાખી બસ તૈયાર કરવામાં આવી છે.
બીએસ-6 પ્રકારના વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં એઆઈએસ 052 નિયમ મુજબ બસ બોડીની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. એસટી નિગમની સ્લીપર, એસી, સીટીંગ એમ અલગ-અલગ પ્રકારની બસ દોડે છે. નવી બસમાં કેટલાક ફેરફાર સાથે જોવા મળશે.
અમદાવાદ: એસટી નિગમની બસ (AMTS)માં રોજબરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એસટી નિગમ (ST Nigam) દ્વારા જે પણ બસ બનાવવામાં આવે છે તેમાં અલગ-અલગ કલરમાં જોવા મળી છે અત્યાર સુધી તમે ગ્રે અને વાઈટ, બ્લ્યુ વાઈટ, રેડ કલરમાં બસ જોઈ હશે. પરંતુ હવે નવી બસ (Bus) નવા જ રંગરૂપમાં જોવા મળશે. એસટી નિગમની નવી બસમાં નવા કલરની અલગ ડિઝાઇન જોવા મળશે.
રાજ્ય સરકાર દ્વારા ડિઝાઇન અને કલર ફાઇનલ કરાતા જ એસ.ટી.નિગમના વર્કશોપમાં નવી બસમાં કલર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 500 જેટલી બસ આગામી 6 મહિનામાં તૈયાર કરવાનો ટાર્ગેટ એસટી નિગમનો છે. નવી તમામ બસમાં કેસરી કલરના ગ્રાફિક્સ ડિઝાઇન સાથે તૈયાર કરાશે. સરકાર દ્વારા દર વર્ષે એસટી નિગમને નવી બસ ફાળવવામાં આવે છે. જો કે એસટી નિગમના વર્કશોપમાં જ નવી બસ તૈયાર કરવામાં આવે છે. ઇન હાઉસ બસ બનાવવાના કારણે એસટી નિગમને પણ ફાયદો થઈ રહ્યો છે. સુરક્ષા અને સલામતીના નિયમોને ધ્યાનમાં રાખી બસ તૈયાર કરવામાં આવે છે.
બીએસ-6 પ્રકારના વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાં એઆઈએસ 052 નિયમ મુજબ બસ બોડીની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. એસટી નિગમની સ્લીપર, એસી, સીટીંગ એમ અલગ-અલગ પ્રકારની બસ દોડે છે. નવી બસમાં કેટલાક ફેરફાર સાથે જોવા મળશે. પહેલા 52 સીટીંગ વાળી બસ હતી, જે હવે ટુ બાય ટુ 42 સિટિંગની કેપેસિટી હશે. બસમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. સાથે મુસાફરોનું સેફટીનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે.
એસટી બસમાં દરેક લોકોએ એક વાર તો પ્રવાસ કર્યો હશે. અથવા તો એસટી બસને જોઈ હશે. એસટી બસમાં વિન્ડો પાસે બેઠા હોય. કાચ તૂટેલા હોય અથવા તો પતરા ખડખડ અવાજ આવતો હોય. સીટો તૂટેલી હોય. પણ હવે તે જમાનો જતો રહ્યો છે. એસટી નિગમ દ્વારા આરામદાયક સીટીંગ વ્યવસ્થા સાથે બસ તૈયાર કરવામાં આવે છે. આગામી દિવસોમાં નવી કેસરી કલરની બસ રોડ પર દોડતી જોવા મળશે.