Home /News /ahmedabad /

સાબરમતી બે કાંઠે: વાસણા બેરેજના 11 દરવાજા, સંત સરોવરના 10 દરવાજા ખોલાયા

સાબરમતી બે કાંઠે: વાસણા બેરેજના 11 દરવાજા, સંત સરોવરના 10 દરવાજા ખોલાયા

(તસવીર સાભાર: @DDNewsGujarati)

વાસણા બેરેજના 11 દરવાજા ખોલાયા છે. 11 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ વાસણા બેરેજની સપાટી 127 ફૂટ છે

    અમદાવાદ: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી પણ વધી રહી છે. જેના લીધે વાસણા બેરેજના 11 દરવાજા ખોલાયા છે. 11 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 16000 ક્યુસેક પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે. હાલ વાસણા બેરેજની સપાટી 127 ફૂટ છે.

    સંત સરોવરના 10 દરવાજા ત્રણ ફૂટ ખોલાયા

    ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે રાત્રે 9 વાગે 7,075 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરના 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં 10 ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.

    આ પણ વાંચો: અમદાવાદ: ધરોઇનું પાણી સવારે 4 વાગ્યે પહોંચશે, રિવરફ્રન્ટ વોક વે બંધ, અનેક ગામો એલર્ટ

    31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડાઇ રહ્યું છે

    આજે રાત્રે 9 વાગ્યે ધરોઈ બંધમાંથી 66,050 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી 7,075 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરનું ફૂલ રિઝર્વયર લેવલ 55.50 મીટર છે, અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના 21 દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે.

    એક લાખ ક્યુસેક પાણી છોડી શકાય છે

    ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી અંદાજીત સવારના 4થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધરોઈ ડેમની નીચે વાસમાં 66,800 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું, જે ક્રમશ વધીને એક લાખ ક્યુસેક સુધીનો પ્રવાહ થઈ શકે તેમ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Gujarat rain forecast, Heavy rain in gujarat, Sabarmati river

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन