અમદાવાદ: ટેટૂ ત્રોફાવતા પહેલા સાવધાન! 11 વર્ષમાં 11,000 લોકો ટેટૂ હટાવવા સિવિલ હૉસ્પિટલ દોડ્યાં!
અમદાવાદ: ટેટૂ ત્રોફાવતા પહેલા સાવધાન! 11 વર્ષમાં 11,000 લોકો ટેટૂ હટાવવા સિવિલ હૉસ્પિટલ દોડ્યાં!
ટેટૂ હટાવવાની પ્રોસેસ
Ahmedabad civil tattoo removal : આર્મી, એરફોર્સ, પોલીસ, બીએસએફ, એવિએશન, યુપીએસસી, જીપીએસસી, માર્કેટિંગ, એર હોસ્ટેસ સહિતની પોસ્ટ પર યુવક-યુવતીએ જોડાઈ છે ત્યારે જો શરીર પર ટેટૂ દોરાવ્યું હોય તો તેમને અનફિટ જાહેર કરવામાં આવે છે.
અમદાવાદ: ટેટૂનો ક્રેઝ વધી રહ્યો છે. યુવાનો ટેટૂ બનાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. સમય જતાં ટેટૂનો કલર ઝાંખો થઈ જાય છે. આ ઉપરાંત અમુક સમય પછી કોઈ કારણોને લીધે ટેટૂ દૂર કરાવવું પડે તેવો પ્રસંગ પણ આવતો હોય છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે છેલ્લા 11 વર્ષમાં 11,000 લોકો ટેટૂ દૂર કરાવવા માટે દોડી ગયા હતા. ડૉક્ટરોના કહેવા પ્રમાણે ટેટૂ છૂંદાતી વખતે જેટલું દર્દી અને ખર્ચ થાય છે તેના કરતા ખૂબ વધારે દર્દ અને ખર્ચ ટેટૂને રિમૂવ કરાવતી વખતે થાય છે.
બીજી તરફ આર્મી, એરફોર્સ, પોલીસ, બીએસએફ, એવિએશન, યુપીએસસી, જીપીએસસી, માર્કેટિંગ, એર હોસ્ટેસ સહિતની પોસ્ટ પર યુવક-યુવતીએ જોડાઈ છે ત્યારે જો શરીર પર ટેટૂ દોરાવ્યું હોય તો તેમને અનફિટ જાહેર કરવામાં આવે છે. આ કારણે પણ અનેક લોકોએ ટેટૂ રિમૂવ કરાવવા દોડવું પડે છે.
મે માસમાં ટેટૂ દૂર કરાવવાના 260 કેસ
સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગના મદદનીશ અધ્યાપક ઉમેશ કારીયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, સરકારી નોકરીના નિયમ છે અને ખાસ કરીને ડિફેન્સ, આર્મી કે નેવીમાં નોકરી માટે જવાનું હોય તો ટેટૂ અડચણ રૂપ બને છે. જો શરીર પર ટેટૂ હોય તો મેડિકલમાં અનફિટ જાહેર કરવામાં આવે છે. એટલે છોકરા-છોકરીઓ નોકરીમાં જતા પહેલા ટેટૂ દૂર કરાવે છે.
કેટલો ખર્ચ થાય?
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સ્કિન વિભાગમાં રોજના 50થી 60 છોકરા-છોકરીઓ ટેટૂ રિમૂવ કરાવવા આવે છે. અહીં આધુનિક સિસ્ટમથી સજ્જ મશીન છે. અત્યારસુધીમાં 11 હજારથી વધુ યુથના ટેટૂ દૂર કરાયા છે. ટેટૂ હટાવવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. નાના ટેટુને હટાવવા માટે એક સિટિંગનો ખર્ચ 700 રૂપિયા છે. જ્યારે મોટા ટેટૂને હટાવવાનો એક સિટિંગનો ચાર્જ એક હજાર રૂપિયા છે. કુલ આઠ સિટિંગમાં ટેટૂ રિમૂવ થઈ જાય છે.
ખાનગી હૉસ્પિટલમાં વધારે ખર્ચ થતો હોવાથી સિવિલમાં ધસારો
સિવિલ હૉસ્પિલ ખાતે ટેટૂ રિમૂવ કરાવવા આવેલા જીગર પાનસુરિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી આર્મીમાં જવાની ઈચ્છા છે. આર્મીમાં જવા માટે શરીરમાં કોઈ પણ જગ્યા પર ટેટૂ ન હોવું જોઈએ. મેં છઠ્ઠા ધોરણમાં ટેટૂ બનાવ્યું હતુ ત્યારે ખબર ન હતી કે પાછળથી ટેટૂ એડચણરૂપ થઈ શકે છે. ટેટૂ ન કરાવવું જોઈએ તેવું કહેનાર પણ કોઈ ન હતું. સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે ટેટૂ હશે તો મેડિકલ સર્ટિફિકેટમાં અનફિટ આવશે. આ માટે ટેટૂ હટાવ્યું છે. આ માટે તપાસ કરતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં 60 હજારથી વધુનો ખર્ચ થશે તેવું કહેવાયું હતું. ત્યાર બાદ જાણવા મળ્યું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ટેટૂ હટાવવામાં આવે છે. આ મારું નવમું સિટિંગ છે. જે બાદમાં ટેટૂ હટી જશે.
સિવિલ હોસ્પિટલમાં કયા વર્ષે કેટલા ટેટૂ દૂર કરાયા
વર્ષ
ટેટૂ દૂર કરાયા
2010
395
2011
700
2012
900
2013
1617
2014
1611
2015
1605
2016
939
2017
779
2018
816
2019
966
2020
173
2021
251
(2020-2021માં કોરોનાકાળને કારણે ટેટૂ રિમૂવ કરવાનું મશીન બંધ હોવાથી સંખ્યા ઘટી છે.)
ટેટૂ રિમૂવ કરાવવા આવેલા અભિષેકે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ધોરણ-8માં અભ્યાસ કરતો હતો ત્યારે ટેટૂ કરાવ્યું હતું. હવે હું ડિફેન્સમાં જવા માંગુ છું. આથી ટેટૂ રિમૂવ કરાવ્યું છે. ટેટૂ કરાવ્યું ત્યારે માત્ર 400 રૂપિયાનો ખર્ચ થયો હતો. અત્યારે ટેટૂ રિમૂવ કરાવવાનો ખાનગી હૉસ્પિટલમાં 40થી 50 હજારનો ચાર્જ થાય છે. સિવિલમાં ફક્ત પાંચ હજાર રૂપિયામાં ટેટૂ રિમૂવ કરી શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર