અમદાવાદ: તમામ ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ અને અમદાવાદીઓને ગૌરવ અપાવે તેવી એક ઘટના સામે આવી છે. મિસ્ટર રૂબરૂ ઈન્ડિયા યુનિવર્સલના 2022ના વિજેતા ક્રમિક યાદવને આંતરરાષ્ટ્રીય પેજન્ટ ઉદ્યોગમાં સૌથી સફળ દેશ ગણાતા વેનેઝુએલા (લેટિન અમેરીકા) ખાતે યોજાયેલી કાબાલ્લેરો યુનિવર્સલ સ્પર્ધામાં દ્વિતિય રનર-અપનું સ્થાન હાંસલ થયું છે.
પોતાની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જેમને મિસ્ટર યુનિવર્સલનું સ્થાન પ્રાપ્ત થયું હોય માત્ર તેવા જ સહભાગીઓ કાબાલ્લેરો યુનિવર્સલ કોમ્પીટિશનમાં ભાગ લેવા માટે પાત્ર હતા. અમદાવાદ સ્થિત ક્રમિકને મીસ્ટર કાબાલ્લેરો યુનિવર્સલ વર્લ્ડ સેકન્ડ રનર-અપ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધા 18 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન થઈ હતી જેમાં 17થી વધુ દેશોએ ભાગીદારી નોંધાવી હતી. ક્રમિક મીસ્ટર કાબાલ્લેરો યુનિવર્સલ એલીગન્સ વર્લ્ડ સ્પેશ્યલ વિનર પણ રહ્યા હતા.
સ્પર્ધા શરૂ થતા પહેલા જ ક્રમિકે ઈતિહાસ રચી દીધો હતો. તે વેનેઝુએલાની મુલાકાત લેનારા પ્રથમ મીસ્ટર રૂબરૂ ઈન્ડિયા યુનિવર્સલ વિજેતા હતા. આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાની શરૂઆતથી પેજન્ટ વિશ્વમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ આ સ્પર્ધા માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ એશિયન સ્પર્ધક પણ હતા અને હવે તેઓ આ સ્પર્ધાની ટોચની લીગમાં સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ એશિયન વ્યક્તિ છે.
ક્રમિક યાદવ
વ્યવસાયે મોડલ, કોરીયોગ્રાફર અને ઉદ્યોગસાહસિક ક્રમિકે દેશની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત એવી પુરૂષ સૌંદર્ય સ્પર્ધા રૂબરૂ મીસ્ટર ઈન્ડિયામાં માં 5 ઓક્ટોબરના રોજ વિજય હાંસલ કર્યા બાદ કાબાલ્લેરો યુનિવર્સલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યા હતા.
“કાબાલ્લેરો યુનિવર્સલ સ્પર્ધામમાં સેકન્ડ રનર-અપ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરીને હું ખરેખર ખુશ છું. હું આનાથી સારું કરી શકતો હતો અને ટાઈટલ પણ જીતી શકતો હતો પરંતુ ઘણાં દેશોના સ્પર્ધકો સાથેની આ સ્પર્ધા ઘણી મૂશ્કેલ હતી. વિજેતા અને રનર-અપ વચ્ચે ખાસ અંતર નથી. મારા પર્ફોર્મન્સને લીધે મારો વિશ્વાસ વધ્યો છે અને હું માનુ છું કે ભવિષ્યમાં હું વધુ સારુ કરીશ. હું આ પ્રસંગે રૂબરૂ મીસ્ટર ઈન્ડિયા અને તેના વ઼ા પંકજ ખરબંદાનો તેમના સહકાર અને માર્ગદર્શન બદલ આભાર માનુ છું. રૂબરૂ મીસ્ટર ઈન્ડિયા ટાઈટલ જીત્યા પછી અને ત્યારપછીની તૈયારી બાદ જ હું અત્યારે જ્યાં છું ત્યા છું.” તેમ ક્રમિકે જણાવ્યું હતું.
ક્રમિક ફાઈનાન્સ અને એકાઉન્ટિંગમાં પદવી ધરાવે છે અને ભારતના પેજન્ટ ઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગ સાહસિક પૈકી સ્થાન ધરાવે છે. છ ફૂટ અને એક ઈંચની ઊંચાઈ ધરાવતા ક્રમિક એક લોકપ્રિય મોડલ અને કોરીયોગ્રાફર છે. તેઓ તમામ પ્રકારના ગરબા અને તમામ પ્રકારના ગુજરાતી લોકનૃત્યમાં નિપુણતા ધરાવે છે. તેમણે ઘણાં કાર્યક્રમો કોરીયોગ્રાફી કરી છે અને નવરાત્રી દરમિયાન સંખ્યાબંધ એવોર્ડ્સ જીત્યા છે.