રાહત! આ મહિનામાં શનિ-રવિ અને સરદાર જયંતીએ પણ ચાલુ રહેશે RTO

દિવાળીના સમયમાં લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય તે માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

News18 Gujarati
Updated: October 17, 2019, 8:55 PM IST
રાહત! આ મહિનામાં શનિ-રવિ અને સરદાર જયંતીએ પણ ચાલુ રહેશે RTO
હત! આ મહિનામાં શનિ-રવિ અને સરદાર જયંતીએ પણ ચાલુ રહેશે RTO
News18 Gujarati
Updated: October 17, 2019, 8:55 PM IST
ટ્રાફિકના નવા કડક નિયમ આવ્યા બાદ આરટીઓ કચેરીઓ પર લોકોની લાંબી કતારો લાગેલી રહે છે. ત્યારે દિવાળીના સમયમાં લોકોની મુશ્કેલીમાં વધારો ન થાય તે માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વાહન ચાલકોને આરટીઓના બાકી રહેલા કામકાજ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આ મહિનામાં આવતા શનિવાર અને રવિવાર સાથે સરદાર જયંતીની રજા પણ આરટીઓની કેન્સલ કરી આરટીઓ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, આરટીઓ કચેરીમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની સૂચના અનુસાર નાગરિકોની સરળતા અર્થે હાલમાં શનિવાર અને રવિવાર તેમજ અન્ય જાહેર રજાઓમાં રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ આરટીઓ સંલગ્ન કામગીરી માટે ખુલ્લી રાખવામાં આવી રહી છે.

જે અંતર્ગત વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, તા.૨૦/૧૦/૧૯ (રવિવાર), ૨૬/૧૦/૧૯ (ચોથો શનિવાર) ૩૧/૧૦/૧૯ (સરદાર વલ્લભભાઇ પટેલ જયંતી), તથા ૩/૧૧/૧૯ (રવિવાર)ની જાહેર રજાઓના દિવસે રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ચાલુ રહેશે.

તેમજ દિવાળીથી ભાઇબીજ સુધી એટલે કે, તા.૨૭/૧૦/૧૯ (દિવાળી), તા.૨૮/૧૦/૧૯ (નૂતન વર્ષ) તથા તા.૨૯/૧૦/૧૯ (ભાઇબીજ)ની જાહેર રજાઓના દિવસે તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ બંધ રહેશે.

 
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...