Home /News /ahmedabad /

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

પ્રતીકાત્મક તસવીર

Driving Licence Suspend: અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ લાઇસન્સમાંથી 100 જેટલા લાઇસન્સ (31.21%) અમદાવાદના લોકોના હતા, જેમણે મોટાભાગે ગોવા અને રાજસ્થાનમાં ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે ટ્રાફિકના નિયમો તોડ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: એ વાત કોઈથી છૂપાયેલી નથી કે ડ્રાય સ્ટેટ ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard Drink)ની મજા માણવા માટે રાજસ્થાનના ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુ (Mount Abu) જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે (Drink and Drive) છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા પૂરી પાડવામાં આવેલા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ (Driving Licence Suspend) કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ (30% of licence that were suspended by the RTO in 2021) ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા (Drink & Drive) અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન (violating the speed limit) કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર (Driving Licence Number) સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં (Ahmedabad RTO) મોકલવામાં આવે છે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે પ્રથમ વખત આરટીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં વાહનનો નંબર, લાઇસન્સ નંબર, ઉલ્લંઘન કરનારનો ફોટોગ્રાફ અને તેઓ જે ઉલ્લંઘન માટે દોષી છે તે સહિતની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનારાઓમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓનો સમાવેશ થાય છે, જેમનું લાઇસન્સ ગુજરાતમાં જારી કરવામાં આવ્યું હતું.

ARTO વિનીતા યાદવે જણાવ્યું હતું કે, "કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20%થી 30% હિસ્સો ધરાવે છે." પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, "અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ."

કયા મહિનામાં કેટલા લાઇસન્સ સસ્પેન્ડ થયા


આરટીઓએ વર્ષ 2020માં 353 અને 2021માં 320 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2021માં સસ્પેન્ડ કરવામાં આવેલા કુલ લાઇસન્સમાંથી 100 જેટલા લાઇસન્સ (31.21%) અમદાવાદના લોકોના હતા, જેમણે મોટાભાગે ગોવા અને રાજસ્થાનમાં ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે ટ્રાફિકના નિયમો તોડ્યા હતા. 2022માં જાન્યુઆરીમાં 9, ફેબ્રુઆરી અને માર્ચમાં 20-20, એપ્રિલમાં 19, મેમાં 18 અને જૂનમાં અત્યાર સુધીમાં 17 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તે સમયે છે જ્યારે અમદાવાદીઓ ગોવા અથવા રાજસ્થાન જેવા સ્થળોની મુલાકાત લે છે અને સ્પીડ વાયોલેશન અથવા ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે પકડાય છે." તેમણે કહ્યું હતું કે, એક વખત આ લોકો પકડાઈ જાય પછી સંબંધિત રાજ્યો તેમને સસ્પેન્શન માટે લાઇસન્સની વિગતો મોકલે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "તેથી મોટાભાગના લાઇસન્સ સસ્પેન્શન ગોવા અને રાજસ્થાનમાં થાય છે."

આ પણ વાંચો:  ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની હવે ખેર નહીં

પ્રથમ વખત વિગતો જાહેર


આરટીઓના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદ આરટીઓએ પ્રથમ વખત આવા લોકોના નામ અને અન્ય વિગતો પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે, જેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં હિટ એન્ડ રન અકસ્માતમાં સંડોવાયેલા ડ્રાઇવરનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. એક લાઇસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિનાના સમયગાળા માટે સસ્પેન્ડ કરી શકાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રથમ વાયોલેશનના કિસ્સામાં લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. સસ્પેન્ડ કરેલા લાઇસન્સ સાથે ડ્રાઇવિંગ કરતા જોવા મળતા લોકો તેમના લાઇસન્સ રદ કરે છે. જો લાઇસન્સ ધારક એક જ પ્રકારના અનેક ઉલ્લંઘનમાં સંડોવાયેલો હોય તો તેનું લાઇસન્સ પણ રદ કરવામાં આવે છે.” વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે લાઇસન્સ કેટલા સમય સુધી સ્થગિત કરવામાં આવે છે તે ગુનાની ગંભીરતા પર આધારિત છે. જો ગુનો મોટો હોય, તો બીજું સસ્પેન્શન કાયમી ધોરણે રદ કરવામાં પરિણમી શકે છે.

ARTO વિનિતા યાદવે જણાવ્યું હતું કે, "જો લાઇસન્સ ધારક આરટીઓ સમક્ષ સુનાવણી માટે હાજર થાય છે, તો જો વાયોલેશનનું કારણ વાજબી હોય તો અમે તેમને છોડી દઈએ છીએ. આવા ત્રણ લાઇસન્સ ધારકોને સસ્પેન્શન વિના છોડી દેવામાં આવ્યા હતા, જેમાં 2021માં માત્ર એક વોર્નિંગ અને 2022માં એક વોર્નિંગ આપવામાં આવી હતી.

એક કિસ્સામાં અમદાવાદનો 35 વર્ષીય લાઇસન્સ ધારક માઉન્ટ આબુ ખાતે ઓવર સ્પીડમાં ઝડપાયો હતો. ત્યાંની પોલીસે આ ગુનાની માહિતી અમદાવાદ આરટીઓને મોકલી આપી હતી. આર.ટી.ઓ.એ નોટિસ મોકલી અને તે સાંભળ્યા પછી તે વ્યક્તિના અસ્પષ્ટ કારણો મળ્યા હતા. તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 0001 નંબર મેળવવા ખેડૂતો ચૂકવ્યા અધધ 5.89 લાખ રૂપિયા

અમદાવાદમાંથી એક ટુ-વ્હીલર સવાર રાજસ્થાનમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરવા જતાં ઝડપાયો હતો. આરટીઓ દ્વારા તેનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. અન્ય એક કિસ્સામાં ગોવામાં 2021માં એસયુવી ચલાવતો 45 વર્ષીય યુવક ઓવર સ્પીડિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ આરટીઓ દ્વારા તેમનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Driving licence, Vehicle, આરટીઓ, ટ્રાન્સપોર્ટ

આગામી સમાચાર