ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ પડવાની ઘટનાના ગુજરાતમાં પડઘા, ઠેરઠેર ચેકિંગ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસદ્વારા નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને ભરીને જતા સ્કૂલવાન ચેકિંગ હાથધરવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: June 18, 2019, 12:21 PM IST
ચાલુ સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓ પડવાની ઘટનાના ગુજરાતમાં પડઘા, ઠેરઠેર ચેકિંગ
સ્કૂલવાનની તપાસ કરતા અધિકારીની તસવીર
News18 Gujarati
Updated: June 18, 2019, 12:21 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી ત્રણ બાળકો પડી ગયાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અને મોટા શહેરોમાં સ્કૂલવાનની તપાસ હાથધરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસદ્વારા નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને ભરીને જતા સ્કૂલવાન ચેકિંગ હાથધરવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી, ચાંદખેડા, ભુયંગદેવ, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આરટીઓએ સ્કૂલવાહનનો સામે સ્પેશિયલ ડ્રાઇવ આદરી છે. વાહનોના દસ્તાવેજો, ઓવરલોડ ભરેલા બાળકોવાળા વાહનો સાે આરટીઓ દ્વારા કરડ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત વડોદરા સ્કૂલવાનને બંધ કરવામાં આવી છે. અને વાલીઓ પોતે જ પોતાના બાળકોને સ્કૂલમાં મુકવા માટે આવ્યા છે. આમ વાલીઓએ પોતે જ સ્કૂલવાન સામે વિરોધ દર્શાવ્યો છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવારી આરટીઓ અને નવસારી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સ્કૂલવાન સામે ચેકિંગ હાથધર્યું છે. હેરની ખાનગી શાળાઓ પાસે પોઇન્ટ બનાવી ચેકિંગ હાથધર્યું છે.

આ પણ વાંચોઃ-VIDEO: અમદાવાદમાં ચાલુ ગાડીએ સ્કૂલવાનમાંથી 3 બાળકો રસ્તા પર પટકાયા

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમ કુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો રહી જતા ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થિનીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ કોઈ ગંભીર ઘટના બને ત્યારે નિયમોના પાલન કરાવવાનો દેખાડો કરવામાં આવે છે, ત્યારબાદ જેમનું તેમ ચાલવા લાગે છે. આ રીતે નિયમોનો ભંગ કરવાથી અકસ્માતની ઘટનાઓ સર્જાય છે, અને બાળકોનો જીવ જોખમમાં મુકાય છે.
Loading...

First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...