Home /News /ahmedabad /PSM @100: RSSના વડા મોહન ભાગવતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાતે, ત્રણ શબ્દોમાં આખા નગરનું વર્ણન કર્યુ

PSM @100: RSSના વડા મોહન ભાગવતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાતે, ત્રણ શબ્દોમાં આખા નગરનું વર્ણન કર્યુ

મોહન ભાગવત પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે આવ્યાં

Mohan Bhagwat: પ્રમુખ સ્વામી નગરની મુલાકાત બાદ મોહન ભાગવતે જણાવ્યું કે, સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે. પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ વિવિધ મહાનુભાવો મુલાકાત લઈ રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ 600 એકરમાં બનેલા પ્રમુખ સ્વામી નગરના વિવિધ પ્રકલ્પો, પ્રદર્શનો નીહાળ્યા હતા. પ્રમુખ સ્વામી નગરની મુલાકાત બાદ તેઓના જણાવ્યું કે, સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે. પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે.

સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા


પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં બનેલા સભા મંડપમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ કાર્યક્રમોમાં અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહી સંબોધન કરે છે. જેમાં બુધવારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ જણાવ્યું કે, ‘પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપણે ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે. કારણકે તેમણે નાત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.’

આ પણ વાંચો: આકાશમાંથી જુઓ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના પ્રમુખ સ્વામી નગરની અદ્ભુત ડ્રોન તસવીરો

‘પ્રમુખસ્વામી મહારાજ મારા છે’: મોહન ભાગવત


વધુમાં કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું અને મને એમને 4-5 વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને  તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાનાપણું જોવા મળે છે. એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની દૃષ્ટિ હતી. ‘પ્રમુખસ્વામી મહારાજ મારા છે’ એવું દરેક માણસ ને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પરિસ્થિતિમાં અચળ અને શાંત રહેતા હતા.

આ પણ વાંચો: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિગની અદ્ભુત વ્યવસ્થા જોઇ લોકો આશ્ચર્યચકિત

આયોજન કરનાર તમામને મારા અભિનંદન: મોહન ભાગવત


આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરનાર તમામને હું અભિનંદન આપું છું કારણ કે, ‘પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના, જીવનકાર્ય અને સંદેશો એકદમ સરળ ભાષામાં અહી દર્શાવવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સાચો અર્થ આપણે પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શ મૂલ્યો જીવનમાં ઉતારીએ અને તેમને દર્શાવેલા પથ પર જીવન જીવવાની શરૂઆત કરીએ તે છે. પ્રમુખસ્વામી મહારાજે અનેક યુવાનોને નવજીવન આપ્યું છે અને તેમને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે અને આદર્શ સમાજનું નિર્માણ કર્યું છે.’
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav