Home /News /ahmedabad /

AHMEDABAD ROBOTIC CAFE : ભારતનું સૌપ્રથમ રોબોટ દ્વારા ચાલતું કાફે, માત્ર એક કમાંડ અને ચા-કોફી તમારા ટેબલ પર

AHMEDABAD ROBOTIC CAFE : ભારતનું સૌપ્રથમ રોબોટ દ્વારા ચાલતું કાફે, માત્ર એક કમાંડ અને ચા-કોફી તમારા ટેબલ પર

કાફેમાં

કાફેમાં બનતી તમામ વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા

 અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે ભારતનું સૌપ્રથમ સંપૂર્ણ સ્વચાલિત રોબોટિક કાફે આવેલું છે.આ કાફેને યુનિક આઈડિયાથી ડિઝાઈન કરવામાં આવ્યો છે.રોબોટ દ્વારા જ ભોજન બનાવી અને સર્વ કરવામાં આવે છે

    પાર્થ પટેલ, અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર તળાવ પાસે ભારતનું સૌપ્રથમ સંપૂર્ણ સ્વચાલિત રોબોટિક કાફે આવેલું છે. જેને એન્જિનિયર આકાશ ગજ્જર અને તેના મિત્રો સાથે મળીને આ રોબોટિક કાફે (Robotic Cafe) વિકસાવ્યું છે. રોબોટિક્સ ગેલેરીનો આ એક નવો અનોખો અનુભવ છે. જે અમદાવાદના લોકો માટે ભેટ છે. જે શહેરને તેના નવા આકર્ષણોમાંવધારો કરે છે.

    રોબોટ દ્વારા જ ભોજન બનાવીઅને સર્વ કરવામાં આવે છે

    અન્ય ઘણા રોબોટિક્સ કાફે છે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત સેવા આપવા માટે થાય છે. પણ અહીંયા રોબોટ (Robot) દ્વારા જ ભોજન (Food) બનાવવામાં આવે છે અને રોબોટ દ્વારા જ સર્વ (Serve) કરવામાં આવે છે. તેથી આ કાફે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ રોબોટિક કાફેમાં તમામ સ્પેરપાર્ટ્સ પણ ભારતમાં બનાવવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે આપણો ભારત દેશ આધુનિકતાના યુગમાં આગળ વધી રહ્યો છે. કાફેમાં બનતી તમામ વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા (Made in India) છે.

    કાફેમાં બનતી તમામ વસ્તુઓ મેડ ઈન ઈન્ડિયા

    કાફેની ટેબલ લાઈટ (Table Light) ફિનિશિંગ અને કાફે બનાવવા માટે વપરાતી વસ્તુઓ પણ ભારતમાં જ બની છે. આપણું ભારત દેશની આ આધુનિકતા જોઈને લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આ કેફેની ખાસ વાત એ છે કે ટેબલ પરના QR કોડને સ્કેન કરીને તમે ઓર્ડર (Order) આપી શકો છો અને રોબોટ તમારા આપેલા ઓર્ડર પ્રમાણે વસ્તુઓને તમારા ટેબલ પર લાવીને તમને સર્વકરે છે. એટલે કે આધુનિક યુગમાં ઓછામાં ઓછા માનવબળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    વાયરસ કે ગંદકી ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે

    આ કાફેને યુનિક આઈડિયાથી ડિઝાઈન (Design) કરવામાં આવ્યો છે. જે બહારથી જોતા તો સમાન્ય કાફે જેવું જ લાગે છે. પરંતુ અંદર પ્રવેશ્તા જ રોબોટિક્સ લેબમાં આવ્યા હોય તેવો અલગ જ નજારો જોવા મળશે. આ કાફેમાં આવનાર ગ્રાહકોને કોઈ પણ પ્રકારના વાયરસ કે ગંદકી કે પછી કોઈ પણ પ્રકારના ફૂડ ટેસ્ટનો (Food Test) અલગ અનુભવ ન થાય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં આવા કાફે છે. જ્યાં ચા, ફોફી, જ્યુસ, પાણીપુરી, ભેળપુરી રોબોટ સર્વ કરે છે. આકાશ ગજ્જર સહિત અન્ય 70 જેટલા એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ (Students) ભેગા મળીને આ રોબોટિક કાફે તૈયાર કર્યું છે. રોબોટ અને તમામ સુવિધાઓ માટે એક કાફે પાછળ અંદાજે 50 લાખનો ખર્ચ થયો છે.



    રોબોટ્સના પ્રકાર

    ટી-કોફી મશીન : જેમાં ગ્રાહક (Customer) પોતાના સ્વાદ અનુસાર ગળ્યું, સુગર ફ્રી, મસાલાવાળી વગેરે બનાવી શકાય છે. જેમાં 1 કપ બનવા માટે 2 મિનિટનો સમય લાગે છે.

    સર્વિગ રોબોટ્સ : જેમાં ફૂડ સર્વિગ કરવા માટે 5 મિનિટનો સમય લાગે છે.

    હેન્ડવોશ રોબોટ્સ : જેનો ઉપયોગ હાથ ધોવા માટે થાય છે.

    રોબોટિક કાફે કેવી રીતે કાર્ય કરે છે.

    1 સૌપ્રથમ રોબોટિક કેફેમાં તમારે કાર્ડ (Card) ખરીદવું પડશે અને બેલેન્સ ઉમેરવું પડશે.

    2 ત્યારબાદ ઈચ્છિત કાઉન્ટર પર જાઓ. કાર્ડ સ્વાઈપ કરો અથવા ઓનલાઈન QR કોડને સ્કેન કરીને ઓર્ડર કરો. તમારો ટેબલ નંબર, આઈટમ અને ઓર્ડર સેટ કરો.

    3 તમારો ઓર્ડર (Order) તૈયાર થવા માટે તમારા ટેબલ પર રાહ જુઓ.

    4 તમારો ઓર્ડર તૈયાર થઈ જાય એટલે રોબોટ તમને સર્વિગ સેવા આપશે (ચોક્કસ વસ્તુઓ માટે). પાણીપુરી જેવા મેનુ (Menu) માટે તમારે ત્યાં જવું પડશે.

    આ પણ વાંચોAhmedabad Mumbai fast track : અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક કરશે શિંદે સરકાર

    રોબોટિક કાફેનું સરનામું

    શોપ નં. 10, હિમાલય આર્કેડ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad news, Robot, Robotic

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन