Home /News /ahmedabad /

Ahmedabad Loot: અમદાવાદના સી.જી. રોડ પર રૂપિયા 42 લાખની લૂંટ ચલાવી બે લૂંટારૂ ફરાર

Ahmedabad Loot: અમદાવાદના સી.જી. રોડ પર રૂપિયા 42 લાખની લૂંટ ચલાવી બે લૂંટારૂ ફરાર

સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સમકીત નિધિ આંગડિયા પેઢીમાં નોકરી કરતા કુમારપાળ શાહ અને તેમની સાથે નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ ગીરીશ કોલ્ડ્રિંક્સ નજીક આવેલ સમુદ્ર કોમ્પલેક્ષમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઈને ટુ-વ્હીલર પર તેમની ઓફિસ જઈ રહ્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedbaad)માં ફરી એક વખત પોલીસ (Ahmedabad Police)ની કામગીરી પર સવાલ ઉઠાવતો બનાવ સામે આવ્યો છે. હર હંમેશ માટે વાહન વ્યવહારથી ભરચક એવા સી.જી. રોડ (CG Road) પર સમી સાંજે લાખ્ખોની ચિલઝડપ (Robbery)નો બનાવ બન્યો છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 42 લાખ ભરેલ બેગ લઈને બે ગઠિયાઓ બિન્દાસ્ત ફરાર થઈ ગયા છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ સમકીત નિધિ આંગડિયા પેઢીમાં નોકરી કરતા કુમારપાળ શાહ અને તેમની સાથે નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ ગીરીશ કોલ્ડ્રિંક્સ નજીક આવેલ સમુદ્ર કોમ્પલેક્ષમાં આવેલ મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઈને ટુ-વ્હીલર પર તેમની ઓફિસ જઈ રહ્યા હતા. તે દરમિયાન બોડી લાઈન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ ત્યાં ઉભા હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો તેમની નજીક આવીને ઉભા હતા અને ફરિયાદીએ ટુ-વ્હીલર પર આગળની બાજુ રાખેલ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો- જનતાને મોંઘવારીનો વધુ એક માર, અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો

જોકે આંગડિયા પેઢીના કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પકડાયા ન હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- અમદાવાદની બે કોલેજો થશે બંધ! 

જો કે મહત્વની બાબત તો એ છે કે ભરચક વિસ્તારમાં આ પ્રકારનો બનાવ પોલીસ પેટ્રોલિંગ પર ચોક્કસથી સવાલો ઉભા કરી રહ્યો છે. તો બીજી તરફ અનેક વખત આંગડિયા પેઢીના માલિકોને સમજાવવા છતાં કોઈ પણ સુરક્ષા વગર આટલી મોટી રકમની બિન્દાસ્ત હેરાફેરી કરીને બેજવાબદારી ભર્યું વર્તન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad Crime latest news, Ahmedabad Loot, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन