Home /News /ahmedabad /

અમદાવાદમાં દીકરીના અભ્યાસ માટે પિતાએ પૈસા ભેગા કર્યા, લૂંટારૂંઓ રૂપિયા ભરેલ બેગ લઇ ફરાર

અમદાવાદમાં દીકરીના અભ્યાસ માટે પિતાએ પૈસા ભેગા કર્યા, લૂંટારૂંઓ રૂપિયા ભરેલ બેગ લઇ ફરાર

અગાઉ પણ એલિસબ્રિજ વિસ્તારમાં આ પ્રકારે ચોરીની ઘટનાઓ બની ચૂકી છે.

સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ શહેર (Ahmedabad)માં અકસ્માતો (Fake Accident)નું તરકટ રચીને કારમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ (gang of thieves)નો આતંક જોવા મળી રહ્યો છે. આ ગેંગ એક પછી એક બનાવને અંજામ આપી પોલીસ (Ahmedabad Police)ને પડકાર ફેંકી રહી હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક વધુ બનાવ શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં અકસ્માતનું તરકટ રચીને ગઠિયાઓ રૂપિયા ચાર લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા છે.

દીકરીના અભ્યાસ માટે બેંગ્લોરમાં રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે આફ્રિકાથી અમદાવાદ આવેલા કમલેશભાઈ ટેવાણી ગઇકાલે સાંજે તેમના મિત્ર એ મોકલાવેલ રૂપિયા ચાર લાખ આંગડિયા પેઢીમાંથી લઈ કારમાં મૂકી એલિસબ્રિજ વિસ્તારમાં ધુલિયા કોર્ટથી કવિ નાનાલાલ બીજી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક મોટર સાયકલ પર બે ઈસમો આવ્યા હતા. જેમને ફરિયાદીની કાર નજીક મોટરસાયકલ લાવતા ફરિયાદીએ ડ્રાઈવરની બાજુની સીટ તરફના દરવાજાનો કાચ ખોલતા જ મોટર સાયકલ ચાલકે કહ્યું હતું કે તું મારા મોટર સાયકલને તારી ગાડી અથડાવીને નીકળી ગયો છું. જો કે ફરિયાદીએ આ બાબતની પોતાને કંઈ જાણ ના હોવાનું કહેતા જ આં બંને ગઠીયાઓએ તેઓની કાર ઉભી રખાવી હતી.

આ પણ વાંચો- સુરતમાં મનપાની શાળામાં વિદ્યાર્થીને નગ્ન કરી યૌનશોષણના મામલે આચાર્યની અટકાયત

આ દરમિયાન મોટરસાયકલ પર પાછળ બેઠેલ ઇસમ નીચે ઊતર્યો હતો અને ફરિયાદીની કારમાં પડેલ રૂપિયા 4 લાખ ભરેલી બેગ લઈને બંને ફરાર થઈ ગયા હતા. જો કે ફરિયાદીએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બંને નાસી જવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતું પ્લાસ્ટિક માણસને નપુંસક બનાવી શકે

અગાઉ પણ એલિસબ્રિજ વિસ્તારમાં આ પ્રકારે જ એક ચોર ટોળકીએ આંગડીયા પેઢીમાંથી પૈસા આપવા જઇ રહેલ ઇસમને રસ્તામાં આંતરી તેની પાસે રહેલ રકમ લૂંટી ફરાર થઇ ગયા હતા. ત્યારે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતા પોલીસ પણ યોગ્ય પેટ્રોલિંગ ન કરી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad police, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन