Home /News /ahmedabad /અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, કાલુપુર રેલ્વે સ્ટેશન અને કાગડાપીઠમાં લૂંટના બે બનાવ
અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, કાલુપુર રેલ્વે સ્ટેશન અને કાગડાપીઠમાં લૂંટના બે બનાવ
લૂંટારૂઓ બન્યા બેફામ
Ahmedabad Robbery case: કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ પર જઇ રહેલા યુવકને ડીસમીસ મારીને મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ રાયપુર બીગબજાર નજીક કેટલાક શખ્સોએ બે ભાઇઓને હોકી અને લાકડી વડે માર મારીને 2.75 લાખના દાગીના અને 45 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટ અને ચોરીના અનેક બનાવો સામે આવ્યાં છે. ત્યારે આવા વધુ બે બનાવો શહેરમાં બન્યા છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફુટ ઓવરબ્રીજ પર જઇ રહેલા યુવકને ડીસમીસ મારીને મોબાઇલ અને રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. બીજી તરફ રાયપુર બીગબજાર નજીક કેટલાક શખ્સોએ બે ભાઇઓને હોકી અને લાકડી વડે માર મારીને 2.75 લાખના દાગીના અને 45 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
એક જ દિવસે બે લૂંટની ઘટનાઓ
પાલડી વિસ્તારમાં રહેતા મિલન મોરખીયા અને તેમનો નાનો ભાઇ કૃણાલ મોરખીયા ગઇકાલે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બાઇક પર ગીતા મંદીર થઇને બીગ બજાર બાજુમાં આવેલ ગલીમાંથી પસાર થઇ રહ્યા હતાં તે દરમિયાન સીટી સેન્ટર ગેટ નંબર 2ની બહાર એક ઓટો રીક્ષામાં હોકી અને લાકડીઓ સાથે ચારથી પાંચ શખ્સો જ્યારે એક્ટીવા પર એક શખ્સ આવ્યો હતો. જેમણે ફરિયાદી અને તેમના ભાઇને હોકી અને લાકડીઓ વડે માર મારવા લાગ્યા હતા. તેમણે પહેરેલ સોનાની ચેઇન, લકી સહીત રૂપીયા 2 લાખ 75 હજારના દાગીના તેમજ રૂપીયા 45 હજાર રોકડાની લુંટ કરીને પલાયન થઇ ગયાં હતાં.
જોકે આસપાસમાં લોકો એકઠા થઇ જતાં બંન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય એક બનાવની વાત કરીએ તો મૂળ ઉત્તરપ્રદેશ અને વિરમગામમાં રહેતા પ્રદીપ સહાની અને તેનો મિત્ર ઉત્તરપ્રદેશથી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતાં. જ્યાં તેઓ ફુટ ઓવરબ્રીજ પર જઇ રહ્યા ત્યારે એક અજાણ્યા શખ્સએ તેનો કોલર પકડીને તેની પાસે રહેલ ડીસમીસ બતાવીને ધમકાવી રૂપીયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ રૂપીયા આપવાનીના પાડતા ધમકી આપી હતી કે પોલીસ પણ મારુ કંઇ બગાડી શકે તેમ નથી, જો પોલીસ આવશે તો પણ હું તને છરી મારી દઇશ.
જેથી ફરિયાદીએ ગભરાઇને તેની પાસે રહેલ રૂપીયા 170 આપી દીધા હતાં. જો કે આ શખ્સએ ફરિયાદીને તેની પાસે રહેલ મોબાઇલ ફોન પણ આપી દેવમાં માટે કહેતા ફરિયાદીએ મોબાઇલ ફોન આપવાની ના પાડી હતી. જેથી આરોપીએ તેને કમરના ભાગે તેમજ ડાબા ગાલના ભાગે ડીસમીસ મારી દીધું હતું. ફરિયાદીના મિત્રને આ બાબતની જાણ થતાં તેણે બુમાબુમ કરતાં લુંટારૂ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જ્યારે ફરિયાદીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસએ આ બંન્ને બનાવમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.