ઈશ્વર દેસાઈએ આત્મહત્યા કર્યા પહેલા 7 પાનાની સ્યુસાઈડ નોટ લખી છે.
ઈશ્વર દેસાઈએ આત્મહત્યા કર્યા પહેલા પોતાની 7 પાનાની સ્યુસાઈડ નોંટ લખી છે. જેમાં કૃણાલની મૃતક પત્નિ ભૂમિ પંચાલના માતા-પિતા કવિતા પંચાલ, પ્રવિણભાઈ પંચાલ, રમેશ પંચાલ અને ભુવાજી લક્ષ્મણ દેસાઈની હેરાનગતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી સોલા પોલીસે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
આર.જે. કૃણાલના પિતાએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા (RJ Krunal father committed suicide) કરી લીધી છે. જગતપુર રેલ્વે સ્ટેશન (Jagatpur railway station) પર આ આત્મહત્યા (Suicide)નો બનાવ સામે આવ્યો છે. જો કે અગાઉ કૃણાલ (RJ Krunal)ની પત્નીએ કરેલ આત્મહત્યા (Bhumi Panchal Suicide)ને લઈને તેના માતા-પિતા અને અન્ય બે લોકોના શારીરિક અને માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનુ સામે આવતા પોલીસે ચાર લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 21 જાન્યુઆરી 2016 ના રોજ ભુમિ કે જેણે સચિન ટાવર પરથી પડતુ મુકી આત્મહત્યા કરી હતી. જે ગુનામાં આનંદનગર પોલીસ મથકે રેડીયો જોકી કૃણાલ દેસાઈ તેની માતા અને આત્મહત્યા કરનાર ઈશ્વર દેસાઈ વિરુધ્ધ દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે કૃણાલના પિતા ઈશ્વર દેસાઈએ ગઈકાલે વહેલી સવારે રેલવે લાઈન પર પડતુ મુકી આત્મહત્યા કરી લીધી છે.
ઈશ્વર દેસાઈએ આત્મહત્યા કર્યા પહેલા પોતાની 7 પાનાની સ્યુસાઈડ નોંટ લખી છે. જેમાં કૃણાલની મૃતક પત્નિ ભૂમિ પંચાલના માતા-પિતા કવિતા પંચાલ, પ્રવિણભાઈ પંચાલ, રમેશ પંચાલ અને ભુવાજી લક્ષ્મણ દેસાઈની હેરાનગતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી સોલા પોલીસે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
મહત્વનુ છે કે ઈશ્વર દેસાઈએ 7 પાનાની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, ભુમી પંચાલના મોતના કેસમાં સમાધાન માટે ભુમીના માતા પિતા સહિત 4 લોકો એક કરોડની માંગણી કરતા હતા. જો કે 75 લાખમાં સમાધાન નક્કી થયા બાદ 5 જુલાઈ 2022 સુધીમાં રુપિયા ચુકવી દેવાના હતા પરંતુ તે ન ચુકવાતા આરોપી ફાંસીની સજા માટે તૈયાર રહેવાની ધમકી આપતા હોવાનો સ્યુસાઈડ નોંટમા ઉલ્લેખ છે. જેથી સોલા પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી FSL માં મોકલવા તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.