Home /News /ahmedabad /

VIDEO: પ્રેમમાં દગો મળતા યુવતીએ રિવરફ્રન્ટ પર આવી રડતા-રડતા વીડિયો બનાવી જિંદગી ટૂંકાવી

VIDEO: પ્રેમમાં દગો મળતા યુવતીએ રિવરફ્રન્ટ પર આવી રડતા-રડતા વીડિયો બનાવી જિંદગી ટૂંકાવી

મૃતક યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી.

25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી. તેના આપઘાત બાદ આજે તેમના પરિવારજનોએ જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવાયો હતો કે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લેવાનું કહેતા પોલીસે ધક્કા ખવડાવ્યા હતા.

વધુ જુઓ ...
    અંકિત ઘીનસી કર, વડોદરા: વડોદરા (Vadodara)ની એક યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ (Riverfront of Ahmedabad) પર વીડિયો (Viral Video) બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘરે જઇને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. યુવતીના પરિવારે આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરુ કરી હતી. અગાઉ અમદાવાદના રિવર ફ્રન્ટ પર આયેશા નામની યુવતીએ વીડિયો શૂટ કરીને આત્મહત્યા (Ahmedabad Riverfront Girl Suicide Video)કરી લીધી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ મામલે પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

    મૃતક યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી. યુવકે લગ્નની લાલચ આપી ફેરવી તોળતા નફીસાને આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યા પહેલાં તેણે કેટલાક વીડિયો શૂટ કર્યા હતા.

    આ વીડિયોમાં મૃતક યુવતીએ રડતા-રડતા  તેણે જણાવ્યું હતું કે,"મેરી કીતની બુરી હાલત કરદી ન ઘરની ના ઘાટ કી... ચાર દિનો સે મેં ભટક રહી હું... મેને તો પુલીસ કો ભી નહી બતાયા મેં ક્યા કરુ..." આગળ યુવતી જણાવે છે કે,"રમીઝ તુને મેરે સાથ બહોત બુરા કીયા... શાદી કા બોલકે પટાતે રહે... આયે નહી... યે તો ગલત હૈ...ના યાર એસા નહી કરના ચાહીયે... જિંદગી મેં મેંને તુમ્હે સબસે જ્યાદા પ્યાર કીયા.. તુમને યે કીયા મેરે સાથ.. મુજે ઇતના બડા ધોકા કીયા... તુમ સબકે જેસે હી હો... ઇસ દુનિયાકો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહી પકડા.."



    આયેશા બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર વધુ એક યુવતીએ આપઘાત પહેલા વીડિયો રેકોર્ડ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા વડોદરાની તાંદલજામાં રહેતી નફીસા ખોખર નામની યુવતીએ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

    આ પણ વાંચો- સિલ્વર કલરની કારમાં બેસેલા શકમંદોને પકડવા પોલીસે આખું શહેર લોક કરી નાંખ્યું

    પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથેના પ્રેમ પ્રકરણમાં નફીસાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કરાયા છે. યુવતીએ આ મામલે અગાઉ અમદાવાદ જઈને બે વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

    25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી. તેના આપઘાત બાદ આજે તેમના પરિવારજનોએ જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવાયો હતો કે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લેવાનું કહેતા પોલીસે ધક્કા ખવડાવ્યા હતા.

    આ પણ વાંચો- વટવા GIDC વિસ્તારમાં વધુ એક પોસ્કોની ઘટના, 5 વર્ષની બાળકી પર દુષ્કૃત્ય

    મહત્વનું છે કે આજની યુવાપેઢી કાઇપણ સમજયા વિચાર્યા વિના અજાણી વ્યક્તિના આંધળા પ્રેમમાં પડી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. અને પછી પછતાવા શિવાય કોઈ બીજો વિકલ્પ બચતો નથી ત્યારે વડોદરામાં બનેલો આ કિસ્સો યુવા પેઢીને ઘણું બધું શીખવી જાય છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Ahmedabad river front, Ayesha Suicide Case, Commit suicide, Viral videos

    આગામી સમાચાર