Home /News /ahmedabad /આવતીકાલે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો
આવતીકાલે રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય, ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો
આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો અને વાજીંત્રો સાથે આશ્રમ રોડ પરથી રેલી કાઢવાના છે.
અમદાવાદમાં યોજાનારી રેલી અંગે માહિતી આપતા ટ્રાફિક વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, અમદાવાદમાં આદિવાસીઓની રેલી યોજવાની છે. જેને લઈને રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ: આદિવાસીઓ દ્વારા પોતાના અધિકાર અને હક્ક માટે અમદાવાદમાં સિંહ ગર્જના રેલી અને રિવરફ્રન્ટ પર સંમેલનનું આયોજન કર્યું છે. જેમાં 40થી 50 હજારની સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
અમદાવાદમાં યોજાનારી રેલી અંગે માહિતી આપતા ટ્રાફિક વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, અમદાવાદમાં આદિવાસીઓની રેલી યોજવાની છે. જેને લઈને રિવરફ્રન્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રેલીમાં ઉત્તર ગુજરાતથી 300 બસ આવશે જે રાણીપ પાર્ક થશે. જ્યારે દક્ષિણ ગુજરાતથી 300 બસ સરદાર બ્રિજ પાસે પાર્ક થશે. અને મધ્યગુજરાતથી 300 બસ દધીચી બ્રિજ નીચે પાર્ક થશે. જે અંતર્ગત 27 મે શનિવારના રોજ આદિવસી સમાજ દ્વારા એક સિંહ ગર્જના રેલી કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદ રિવરફ્રન્ટ પશ્ચિમમાં યોજાશે.
આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો અને વાજીંત્રો સાથે આશ્રમ રોડ પરથી રેલી કાઢવાના છે. તેના માટે રીવરફ્રન્ટના કેટલાક રુટ પ્રતિબંધ કરવામાં આવ્યા છે. જેમાં રિવરફ્રન્ટ પૂર્વમાં દધિચી બ્રિજથી સરદાર બ્રિજ સુધીનો માર્ગ 12 વાગ્યાથી કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી બંધ રહેશે. તો આ માટે પૂર્વનો રિવરફ્રન્ટ રોડ બંધ છે તેથી દધિચી બ્રિજનો દિલ્હી દરવાજા સુધીનો માર્ગ મીરઝાપુરથી લઇ લાલદરવાજા સુધીનો માર્ગ વૈકલ્પિક રીતે વાહનચાલકો માટે ઉપયોગ થઈ શકશે. એજ રીતે રીવર ફ્રન્ટ પશ્ચિમમાં વાડજ સ્માશાનથી હરીહરાનંદ આશ્રમ સુધીનો 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટ બંધ રહેશે. વાડજ શ્મસાનથી આશ્રમ રોડ પાલડી સુધીનો વૈકલ્પિક ઉપયોગ થશે.
આશ્રમ રોડ પર દધિચી બ્રિજથી આશ્રમ રોડ આવવાના માર્ગે આ રેલી જવાની છે તો આશ્રમ રોડમાં વાડજથી આશ્રમ રોડ જતો માર્ગ એક સાઈડ બેરીકેટ કરી તે લોકોને શાંતિથી ચાલવા દેવા માટે બે લેન ખુલ્લી રાખીશું. તે જ રીતે સરદાર બ્રિજથી આવતી બીજી રેલી પાલડી થઈ આશ્રમ રોડ પર પરંપરાગત માર્ગે આવવાના છે ત્યાં પણ આશ્રમ રોડ પાલડી જતો રિવરફ્રન્ટ બાજુનો માર્ગ બે લેન વ્હીકલ માટે ખુલ્લી રાખશું. જ્યારે આદિવાસીઓની રેલીને એક સ્પેસિફિક જગ્યા આપી દેવામાં આવશે ત્યાં બંને તરફથી જતી રેલી વલ્લભ સદન રિવરફ્રન્ટ પશ્ચિમમાં સંમેલનમાં એકત્રિત થશે.