ગંગા યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવા હાઇકોર્ટનો આદેશ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગંગા યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવા હાઇકોર્ટનો આદેશ
ઉત્તરાખંડ હાઇકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચૂકાદો આપતાં દેશની બે પવિત્ર નદીઓ ગંગા અને યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ આલોક સિંહની એક ખંડપીઠે પોતાના આદેશમાં બે પવિત્ર નદીઓ ગંગા અને યમુના સાથે જીવિત માનવની જેમ વ્યવહાર કરવાનો આદેશ કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #ઉત્તરાખંડ હાઇકોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચૂકાદો આપતાં દેશની બે પવિત્ર નદીઓ ગંગા અને યમુનાને જીવિત વ્યક્તિનો દરજ્જો આપવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ રાજીવ શર્મા અને ન્યાયમૂર્તિ આલોક સિંહની એક ખંડપીઠે પોતાના આદેશમાં બે પવિત્ર નદીઓ ગંગા અને યમુના સાથે જીવિત માનવની જેમ વ્યવહાર કરવાનો આદેશ કર્યો છે. એડવોકેટ એમસી પંતની દલીલોની સહમતિ વ્યક્ત કરતાં કોર્ટે આ મામલે ન્યૂઝીલેન્ડની વાનકૂઇ નદીનું પણ ઉદાહરણ આપ્યું જેને પણ આ પ્રકારનો દરજ્જો આપેલો છે. હરિદ્વાર નિવાસી મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની આ અરજીમાં કોર્ટે દહેરાદૂનના જિલ્લાધિકારીને ઢકરાનીમાં ગંગાની શક્તિ નહેર સાથેના દબાણોને પણ 72 કલાકમાં દુર કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે જો આનું પાલન કરવામાં નહીં આવે તો એમને સસ્પેન્ડ કરવામાં આવશે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर