અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (સા.રી.ફરી.ડે.કો.લી.) રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની (River Cruise Floating Restaurant) જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) પ્રકાશિત કર્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં જરૂરી મૂલ્યાંકન કર્યા પછી સા.રી.ફરી.ડે.કો.લી એ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે. આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટે નું શ્રેષ્ઠ સ્થાન બની છે.
એએસમી જાણકાર સુત્રોએ આપેલા માહિતી મુજબ આ પ્રોજેકટ આગામી 6 થી 7 મહિના સુધીમાં અમલ થઇ જશે. દેશનું પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની રહેશે. એંક અંદાજ મુજબ 100 થી વધુ લોકોએ એક ટ્રિપ્માં ભોજન મજા માણી શકશે. રિવર ક્રૃઝમાં ડિજે તેમજ લાઇટ સાઉન્ડ શો પણ રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા અનેક નવા પ્રકલ્પ મુકવામાં આવ્યા છે. તેમાં વધુ એક નવું નજરાણુ ઉમેરવામા આવ્યું છે. જે આવનાર સમયમાં સાબરમતી રિવરફ્રન્ટની યશ કલગીમાં વધારો થશે. ફલોટિંગ રેસ્ટોરન્ટનું નામ અક્ષર ડિનર ક્રૃઝ અપાયું છે. આ ક્રૃઝની વિશેષતા એક સાથે 100 લોકો બેઠક વ્યવસ્થા રહેશે. ઇમરજન્સી એક્ઝીટ, સીસીટીવી સજ્જ ક્રૃઝ રહેશે. લાઇફ સેવિંગ જેકેટ પણ રહેશે. ઇન્ડિયન શીપ રૂરલ મુજબ કૃઝ તૈયાર કરાઇ છે. જે આગામી છ થી સાત મહિનામાં સાબરમતી નદીમાં ફલોટિગ રેસ્ટોરન્ટ કાર્યરત જોવા મળશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર