Home /News /ahmedabad /Rising Gujarat 2022: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું - 'ખરાબ કૃત્ય કરનારની રાશિમાં હું રાહુ, શાંતી-સુરક્ષા મામલે ગુજરાત નંબર-1 જ રહેશે'

Rising Gujarat 2022: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું - 'ખરાબ કૃત્ય કરનારની રાશિમાં હું રાહુ, શાંતી-સુરક્ષા મામલે ગુજરાત નંબર-1 જ રહેશે'

રાઈઝિંગ ગુજરાત 2022 - ન્યુઝ18 ગુજરાતીની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત

અમદાવાદ : ન્યૂઝ 18 ગુજરાતીના (News18 Gujarati)ખાસ પ્રોગ્રામ રાઇઝિંગ ગુજરાતમાં (Rising Gujarat 2022)માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (gujarat home minister harsh sanghavi) એ જોડાઈ રાજ્યમાં શાંતી, સુરક્ષા અને સલામતીને લઈ પોતાના વિચારો રજુ કર્યા હતા, તેમણે કોમી તંગદીલી, ગેરકાયદેસર દબાણ, મહિલાઓની સુરક્ષા, ડ્રગ્સ માફિયાઓ પર લગામ તતા દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દે ન્યુઝ18 સાથે વાતચીત કરી હતી. તો જોઈએ તેમણે શું કહ્યું?

ધર્મના નામે તંગદીલી ફેલાવતા લોકોને છોડીશ નહીં

News18 રાઈઝિંગ ગુજરાત કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌપ્રથમ રાજ્યમાં ધર્મના નામે તંગદીલી મામલે કહ્યું કે, જે લોકો ધર્મના નામે તંગદીલી ફેલાવી રાજ્યનું વાતાવરણ બગાડવાની કોશિશ કરશે તે તમામ લોકો સામે કડક પગલા લઈશું, પચી એ કોઈ પણ જ ન હોય. આ સિવાય તેમણે ગેરકાયદેસર દબાણને લઈ કહ્યું કે, જે લોકોએ દબાણ કર્યા છે, તેમણા પર સરકાર કડક વલણ રાખશે, આવા તમામ લોકોની કુંડળી ભેગી કરવી એ સરકારનું કામ છે.

ગ્રીષ્મા હત્યા કેસ વિશે શું કહ્યું - VIDEO



રાજ્યની શાંતી ભંગ કરનારની રાશિમાં હું રાહુ છુ

હર્ષ સંઘવીએ રાજ્યની શાંતી અને સલામતી ભંગ કરનારને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, જે લોકો ખરાબ કૃત્ય કરશે તેમની રાશિમાં હું રાહુ છુ, તેમણે પ્રશ્ન કર્યો શું કોઈ ધાબા પરથી પથ્થર ફેકે તે ચલાવી લેવાય? પથ્થર ફેકનાર સામે પણ કડક પગલા ભરાશે, તેમણે પણ કોઈ છૂટછાટ નહીં મળે. જે લોકો બે નંબરનો ધંધો કરે છે તે કમાણી નાગરીકોની છે. શાંતી અને સલામતીમાં ગુજરાત નંબર 1 છે અને રહેશે.

પેપર લીક મામલે શું કહ્યું? - VIDEO



મહિલાઓની સુરક્ષામાં ગુજરાત અવ્વલ

તેમણે મહિલાઓની સુરક્ષા વિશે કહ્યું કે, ગુજરાત એ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. મહિલાઓની સુરક્ષામાં ગુજરાત અવ્વલ નંબર પર છે. મહિલાઓ પર અત્યચારની ઘટના ન બને ત્યારે ખુશી થાય છે. નકારાત્મક ઘટનાઓ ઝડપી વાયરલ થાય છે, જ્યારે સકારાત્મક ખબર દરેક સુધી પહોંચતી નથી. 90 ટકા ઘટનાઓ સંવેદના ભરેલી હોય છે.

આ પણ વાંચોRising Gujarat 2022: જીતુ વાઘાણીએ કહ્યું- ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણવા આવશે

ડ્રગ્સ માફિયાઓનો હું મોટો દુશ્મન બની ગયો

આ સિવાય ગૃહમંત્રીએ ડ્રગ્સ વેપારને લઈ કહ્યું કે, રાજ્યના નાગરીકોને તથા યુવાઓને ગેરમાર્ગે દોરનારા પર અમારી સતત નજર છે. ડ્રગ્સ માફિયાઓનો હું સૌથી મોટો દુશ્મન બન્યો છું, પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે, રાજ્યના હજારો યુવાનોનું ભવિષ્ય ધૂંધળુ થતુ અટકાવવામાં આવ્યું છે. ડ્રગ્સ પકડવાના અનેક દાખલા ગણાવી શકુ છુ, આપણા ગુજરાત રાજ્ય જેટલુ ડ્રગ્સ પકડવામાં કોઈ રાજ્ય સફળ નથી થયુ, ગુજરાત પોલીસ શોધી શોધી ડ્રગ્સ પકડી રહી છે, એટલું જ નહીં ગુજરાતે મહારાષ્ટ્ર, પંજાબ જતુ ડ્રગ્સ પણ રોક્યું છે.
First published:

Tags: Gujarat latest news, News18 gujarati, ગૃહમંત્રી, હર્ષ સંઘવી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો