Home /News /ahmedabad /Rising Gujarat 2022 : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે news18 ગુજરાતીના નવા લુકનું બિગ લોન્ચિંગ

Rising Gujarat 2022 : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે news18 ગુજરાતીના નવા લુકનું બિગ લોન્ચિંગ

રાઈઝિંગ ગુજરાત 2022 - news18 ગુજરાતીના નવા લુકનું સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે બિગ લોન્ચિંગ

ન્યુઝ18 ગુજરાતી (News18 Gujarati) દ્વારા આયોજીત રાઈઝિંગ ગુજરાત 2022 (Rising Gujarat 2022) કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતના વિકાસ અને વિઝન વિશે વાત કરી, જુઓ શું કહ્યું?

    Rising Gujarat 2022 : રાઈઝિંગ ગુજરાત કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ (cm bhupendra patel) દ્વારા ન્યુઝ18 ગુજરાતી (News18 Gujarati) ના નવા લુકનું બિગ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે પહેલા ગુજરાત કેવું હતુ અને હવે ગુજરાત કેવું છે તે મામલે કરી છે. તેમણે આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો ગુજરાતના વિકાસમાં કેવો અને કેટલો ફાળો છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતે કેવો વિકાસ કર્યો તે જણાવ્યું છે. તો જોઈએ તેમણે શું કહ્યું.

    વંચિત લોકોને તંત્ર દ્વારા ઘરે જઈ યોજના આપી

    રાઈઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતને રાઈઝિંગ બનાવવામાં પીએમ નરેન્દ્ર મોદીનું ખુબ માર્ગદર્શન રહ્યું છે. તેમણે ભરૂચ જીલ્લામાં સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની વાત કરતા પીએમ મોદીને યાદ કર્યા અને કહ્યું કે, પહેલાના સમયમાં કોઈને કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો કેટલીએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, આજના સમયમાં ભરીચ જિલ્લામાં ઘરે ઘરે જઈ વિકલાંગ સહાય, વિધવા સહાય જેવી યોજનાઓનો દરેકને લાભ મળે તે માટે તંત્ર દ્વારા વંચિત લોકોને શોધી તેમને યોજના પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

    ભારત નહીં સુધરે, એ વિચાર બદલ્યો

    તેમણે કહ્યું કે, પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. દરેક લોકો કહેતા હતા કે આ દેશનહીં બદલાયપરંતુ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આજે ઘરે ઘરે ટોયલેટથી લઈ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું અને આજે જુઓ કેટલું પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ સિવાય નળશે જળ આ માત્ર કોઈ નામ નથી, રાજ્યના દરેક ઘરના નળમાં પાણી પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો.

    ગુજરાત 20 વર્ષ પહેલા ક્યાં હતુ અને હવે ક્યાં

    તેમણે ગુજરાત 20 વર્ષ પહેલા ક્યાં હતુ અને હાલમાં ક્યાં છે, તે મામલે કેટલાક આંકડા સાથે વાત કરી કે, બે દાયકા પહેલા રાજ્યમાં 14 હજાર ફેક્ટરી હતી જે આજે વધીને 26 હજાર પહોંચી ગઈ છે. આજ રીતે MSME એટલે કે નાના ઉદ્યોગો જે અર્થતંત્રનું કરોડ રજ્જુ કહેવાય તે 2.74 હજાર હતી જે આજે 8.66 હજાર થઈ ગયા છે. તો ઔધ્યોગિક ઉત્પાદન 20 વર્ષ પહેલા 1.27 લાખ કરોડનું હતુ જે આજે 16.19 લાખ કરોડનું થઈ ગયું છે, આ બઘધા આંકડા રાતો રાત નથી વધ્યા કે રાઈઝિંગ નથી થયા, આ બધુ પીએમ મોદીનું વિઝન અને વિચારના કારણે શક્ય બન્યું છે.

    ન્યુઝ18 રાઈઝિંગ ગુજરાત કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલનું નિવેદન



    સીએમ ભુપેન્દ્ર પટેલે હમણાં જ કોવિડની પરિસ્થિતિને યાદ કરીને કહ્યું કે, જ્યારે કોરોના મહામારી આવી તેવા સમયે આપણી પાસે કશું જ ન હતું તો પણ સરકારના પ્રયત્ન અને પીએમ મોદીના આત્મનિર્ભરના વિઝનથી કોરોનાને હરાવવામાં આવ્યો છે. કેટલાએ મોટા મોટા દેશોએ નાગરીકોને પોતાના હાલ પર છોડી દીધા તેવા સમયે ભારતે આટલી મોટી જનસંખ્યા હોવા છતા દરેકને ફ્રી વેક્સિનેશન આપ્યું અને અન્ય દેશોને પણ વેક્સિનની મદદ કરી છે. આ સમયે આત્મનિર્ભર બનાવનું સપનું વધારે મજબુત બન્યું, ભારતે કોઈ પણ દેશ પર નિર્ભર ન રહી, જાતે આત્મ નિર્ભર બન્યું, અને જરૂર પડે અન્ય દેશને પણ મદદ કરી.

    આ પણ વાંચોRising Gujarat 2022: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું - 'ખરાબ કૃત્ય કરનારની રાશિમાં હું રાહુ, શાંતી-સુરક્ષા મામલે ગુજરાત નંબર-1 જ રહેશે'

    તેમણે અંતમાં ન્યુઝ18 ગુજરાતી દ્વારા આયોજીત રાઈઝિંગ ગુજરાતના પ્રયાસને અભિનંદન આપ્યા અને કહ્યું કે, ન્યુઝ ચેનલના માધ્યમથી દરેક લોકોને ખબર પડશે કે, બે દાયકા પહેલા ગુજરાત ક્યાં હતુ અને હવે ક્યાં છે, અને આગળ ક્યાં જઈ રહ્યું છે, અને હજુ કેવી રીતે ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવી શકાય તે પ્રયત્ન સરાહનીય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: CM Bhupendra Patel, Gujarat CM Bhupendra Patel, News18 gujarati, Rising gujarat

    विज्ञापन
    विज्ञापन