અમદાવાદ: ભારતી બાપુના (bharti bapu) બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં અલગ કરોડોની આશ્રમની જમીનોને (ashram land dispute) લઈ વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી (Hariharanand swami) તરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને (sarkhej police station) પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે. તો પોલીસે પણ આ મામલે રજુઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
ભરાતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજુઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ.
જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી થાય. આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુ એ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યા નો આક્ષેપ કર્યોં છે. રાજકોટના વકિલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલિન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમને જણાવ્યું છે. સાથે તેઓએ બે લેગ અલગ વીલ રજૂ કર્યા છે.
બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાત ભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચાયો છે. બીજીતરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલ એ જણાવ્યું કે આશ્રમ વિવાદ મામલે રજુઆત મળી છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.
મહત્વનુ છે કે ભારતી બાપુના બ્રહ્મલીન થયાની ઘટના બાદ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલ આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામ સામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.