ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) પહેલા પાટીદાર અગ્રણી (Patidar Leader) અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel)ને લઇ ખુબ ચર્ચા થઇ રહી હતી. આ દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી પણ ચર્ચા થઇ રહી હતી. જોકે આ દરમિયાન ક્યારેય પાટીદાર અગ્રણી નરેશ પટેલ (Patedar Leader Naresh Patel)કઇ પાર્ટીમાં જોડાશે તેની ચોખવટ થઇ ના હતી. પરંતુ આજે નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તેને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે નરેશ પટેલને લઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે સૂત્રો અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં નહીં જોડાય.
આ પહેલા નરેશ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં તેને લઇ સમાજના લોકો પાસે સર્વે કરાવવામાં આવી રહ્યો છે અને તે સર્વે પૂર્ણ થયા બાદ તેઓ 15 જૂનના રોજ આ અંગે જાહેરાત કરશે પરંતુ આજે 14 જૂન થતા માહિતી સામે આવી છે કે, ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડ ખાતે ગુરૂવારના રોજ મહત્ત્વની બેઠક યોજાશે. જે પછી નરેશ પટેલને લઇ સત્તાવાર જાહેરાત કરાશે.
ગુજરાતમાં ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જોરશોરથી જામ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજો રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel in Gujarat Politics) રાજકારણમાં જોડાશે કે નહીં તે હાલ સળગતો પ્રશ્ન બની ગયો છે. જોકે, નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહીં તે જાણવા માટે વધુ એક મુદ્દત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે વિશે સત્તાવાર 16 જૂનના રોજ સત્તાવાર જાહેરાત થશે. આ પહેલા પાટીદારની ત્રણેય મહત્ત્વની સંસ્થાઓ દ્વારા બંધ બારણે બેઠક યોજાશે અને તે દરમિયાન દીકરીઓના લગ્ન માતા-પિતાની પરમિશન લેવી કે નહીં અને પાટીદાર સમાજના કેટલાક પ્રશ્નોને લઇ ચર્ચા થશે.