રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછુ ખેંચ્યુ
News18 Gujarati Updated: November 15, 2019, 11:02 PM IST

પ્રતિકાત્મક તસવીર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત ને પડકારતી પિટિશનમાં કોર્ટે પ્રમોશનને લઈને ટકોર કરી હતી
- News18 Gujarati
- Last Updated: November 15, 2019, 11:02 PM IST
સંજય જોશી, અમદાવાદ : હાઇકોર્ટે ગત સુનાવણીમાં ધવલ જાનીના પ્રમોશનને લઈને કડક વલણ દાખવતા ટિપ્પણી કરી હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હાઇકોર્ટમાં થયેલ રજૂઆત અનુસાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા કહ્યું હતું. જોકે પગલા લેવા બદલે તેને પ્રમોશન આપવામાં આવ્યું હતું! હાઇકોર્ટની ટિપ્પણી બાદ સરકાર સફાળી જાગી છે અને ધવલ જાની નું પ્રમોશન પાછું ખેંચવામાં આવ્યું છે. ચૂંટણી પંચે પણ નિર્દેશો આપ્યા હતા કે ધવલ જાની સામે જે મેજર પેનલ્ટી છે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ ધવલ જાની સામે હજુ સુધી આવી કોઇ કાર્યવાહી થઈ નથી. અરજદાર અશ્વિન રાઠોડના વકીલે ધવલ જાનીના પ્રમોશન સસ્પેનશનનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત સામે થયેલી ઇલેક્શન પિટિશનમાં તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સામે હાઈકોર્ટમાં રજૂઆત થઈ હતી. ચૂંટણી પંચે તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સામે મેજર પેનલ્ટીના નિર્દેશ કર્યા હોવા છતાં ધવલ જાનીનું પ્રમોશનનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે કોર્ટે પણ ધવલ જાનીના પ્રમોશન બાબતે વેધક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે ભ્રષ્ટ આચરણ બદલ ચૂંટણી પ્રક્રિયા રદ થઈ શકે છે. ચુડાસમા ની જીત મા ધવલ જાનીની મદદગારી સાબિત થઈ શકે છે તેવા કિસ્સામાં કોર્ટે આ અવલોકન કર્યું હતું.
આ પણ વાંચો - પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાને ગુજરાત હાઇકોર્ટે નોટિસ ફટકારીકોર્ટે જે અવલોકન કર્યું હતું તે મહત્વનું એટલા માટે છે કે ક્યાંકને ક્યાંક આખા કેસમાં ધવલ જાનીની જે પ્રમાણે જુબાની થઈ હતી. ત્યારબાદ કોર્ટે અમુક અવલોકન કર્યા હતા. આ સાથે જ ચૂંટણી પંચે પણ નિર્દેશો આપ્યા હતા કે ધવલ જાની સામે જે મેજર પેનલ્ટી છે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ ધવલ જાનીનું પ્રમોશન થતાં આ બાબતે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ મુદ્દાને લઈને કોર્ટે પણ વેધક સવાલો કર્યા હતા.

Loading...