Home /News /ahmedabad /

અમદાવાદની સોસાયટીમાં બબાલ: 'હું નિવૃત PI છું, મારી પહોંચ બહુ છે, મારું કોઇ કાંઈ નહીં બગાડી શકે'

અમદાવાદની સોસાયટીમાં બબાલ: 'હું નિવૃત PI છું, મારી પહોંચ બહુ છે, મારું કોઇ કાંઈ નહીં બગાડી શકે'

નારણપુરામાં આવેલી અંગીતા સોસાયટીમાં રહેતા મધુબેન પટેલ પરિવારજનો સાથે રહે છે. (પ્રતિકાત્મત તસવીર)

Ahmedabad news : પોલીસે ગાડી પાર્ક કરવા બાબતે ઝગડો કરી એકબીજાને ધમકી આપનારની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ: શહેરના  (Ahmedabad) પ્રગતિ નગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે પાડોશીઓ ઝઘડતા મામલો પોલીસ સ્ટેશન (Ahmedabad Police station) પહોંચ્યો હતો. ગાડી પાર્ક કરવા માટે થયેલી બબાલમાં બંને પક્ષના લોકોએ એકબીજાને ધમકીઓ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે એક વૃદ્ધાની ફરિયાદ નોંધી હતી. જેમાં આરોપી તરીકે નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છે. જ્યારે આ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની વૃદ્ધાના દીકરા સામે ફરિયાદ લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નારણપુરામાં આવેલી અંગીતા સોસાયટીમાં રહેતા મધુબેન પટેલ પરિવારજનો સાથે રહે છે. મંગળવારે સવારે તેઓ તેમના ઘરે હાજર હતા તે વખતે ઘરની બહાર બબાલ થતા તેઓ બહાર નીકળ્યા હતા અને જોયું તો તેમના દીકરાને પાડોશમાં રહેતા અરવિંદભાઈ શાહ જેમ ફાવે તેમ બોલતા હતા. જેથી 72 વર્ષીય વૃદ્ધા મધુબેન અને તેમની વહુ ત્યાં ગયા હતા અને દીકરાને પૂછ્યું તો તેને જણાવ્યું કે, તેઓની ગાડી ઘરની બહાર પાર્ક કરતા હતા તે વખતે પાડોશી કલ્પનાબેને ગાડી પાર્ક કરવાની ના પાડી હતી અને કલ્પનાબેનએ તેમના પતિને બહાર બોલાવ્યા હતા અને રકઝક કરતા હતા.

ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં ઓરેન્જ - 3 જિલ્લામાં યેલો એલર્ટ

જેથી અરવિંદ કુમાર શાહને મધુબેન સમજાવવા માટે ગયા હતા તે દરમિયાન અરવિંદભાઈ શાહ ગાળો બોલવા લાગ્યા હતા અને મધુબેન તથા તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતા અરવિંદ શાહે ધમકી આપી કે હવે અહીંયા ગાડી પાર્ક કરી તો હું તને જોઈ લઈશ. તું મને ઓળખતો નથી હું નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર છું મારી પહોંચ બહુ લાંબી છે અને કોઈ મારું કંઈ નહીં બગાડે તેવી ધમકી આપી હતી. જેથી મધુ બહેને પોલીસને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

પાલનપુરથી આબુરોડના હાઇવે પર ભરાયા ઘૂંટણસમા પાણી

તો બીજી તરફ આ ઘટનાને લઈને અરવિંદભાઈ શાહે વિમલભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈ શાહ વર્ષ 2016 માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. મંગળવારે જ્યારે તેઓ ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા વિમલ પટેલે ગાડી મુકવા બાબતે બબાલ કરી હતી અને હાથાપાઈ કરતા અરવિંદભાઈના પત્નીના કપાળના ભાગે ઇજા થઈ હતી. વિમલભાઈએ મારી નાંખવાની ધમકી આપતા અરવિંદભાઈએ પણ વિમલ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन