Home /News /ahmedabad /અમદાવાદમાં રિટાયર્ડ કર્નલની આ હાલત, છેલ્લા 1 મહિનાથી પાણી વચ્ચે જિંદગી જીવવા મજબૂર
અમદાવાદમાં રિટાયર્ડ કર્નલની આ હાલત, છેલ્લા 1 મહિનાથી પાણી વચ્ચે જિંદગી જીવવા મજબૂર
રિટાયાર્ડ કરનલ છેલ્લા દસ દિવસથી પોતાના ઘરની બહાર તેઓ નીકળે એટલે તેમને પાણીમાં ઉતરવું પડે છે.
રિટાયર્ડ કર્નલ જેમણે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સામી છાતીએ બે ગોળી ખાધી હતી. કારગીલ વોરમાં દેશની સેવા કરનાર કર્નલને આજે પોતાની કિંમત ના હોવાનો અનુભવ થાય છે કારણ કે તેમના ઘર બહાર ભરાયેલા પાણી માટે તેમને 10 દિવસથી કોઈ જવાબ મળતો નથી.
અમદાવાદ (Ahmedabad)માં એક જાદુઈ જગ્યાએ આવેલી છે જ્યાં રોજ પાણી વધે છે. સવાર હોય સાંજ હોય કે બપોર આ જગ્યા પર પાણીનું એક ટીપું પડે એટલે પાણી વધી જાય છે. જાણીને થોડી નવાઈ લાગશે પરંતુ અમદાવાદ (Ahmedabad) માં જ આ જગ્યા આવેલી છે જ્યાં વરસાદ (Monsoon)માં પાણી વધી જાય છે.
રિટાયર્ડ કર્નલ જેમણે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર સામી છાતીએ બે ગોળી ખાધી હતી. કારગીલ વોરમાં દેશની સેવા કરનાર કર્નલને આજે પોતાની કિંમત ના હોવાનો અનુભવ થાય છે કારણ કે તેમના ઘર બહાર ભરાયેલા પાણી માટે તેમને 10 દિવસથી કોઈ જવાબ મળતો નથી. કર્નલ નીલંબર જોશીના જણાવ્યા પ્રમાણે વરસાદ 19 જુલાઈ એ પડ્યો હતો ત્યારથી અત્યાર સુધી પાણી ભરાયેલું જ રહ્યું છે. આ અંગે સોસાયટી અલગ-અલગ ભાગમાં વહેંચાયેલી હોવાથી અમે વાત પણ કરી છતાં કોઈ સોલ્યુશન આવતું નથી.
છેલ્લા દસ દિવસથી પોતાના ઘરની બહાર તેઓ નીકળે એટલે તેમને પાણીમાં ઉતરવું પડે છે. જેમણે ભારત પાકિસ્તાનની બોર્ડમાં પોતાનું યોગદાન આપ્યું તે જ વ્યક્તિ જીવન નાં આખરી પડાવમાં વરસાદના પાણીમાં ઝઝૂમી રહ્યા છે. આ અંગે સ્થાનિક રાજન ભટ્ટના કહેવા પ્રમાણે હજી પણ આ પ્રકારની પરિસ્થતિ સર્જાઈ છે કે અમારે કોને ફરિયાદ કરવા જવું એ ખબર નથી પડતી. હજી સુધી 210 જેટલી ફરિયાદ કરી છે પણ કોઈ જ નીરાકરણ આવ્યું નથી. જેના બંગલામાં પાણી ભરાયુ છે ભારત પાકિસ્તાન વોરના વોરિયર છે પરંતુ આ પરિસ્થતિમાં તેમને ખરેખર વોરિયર તરીકે જીવવું પડે છે.
આ સોસાયટીની વ્યથા એ છે કે એક જ સોસાયટી ઔડામાં પણ લાગે છે અને કોર્પોરેશનની હદ પણ લાગે છે. એટલું જ નહિ અહી ટેકસ અને વહીવટ માટે સાણંદ તાલુકાની હદ પણ લાગે છે પરંતુ સોલ્યુશન હાલ કોઈની પાસે નથી.