અમદાવાદ : રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા ધોરણ 9 અને ધોરણ 11 માટે મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે જે અંતર્ગત આગામી 13 જૂનએ ધોરણ 9 અને 11માં રિટેસ્ટ લેવામાં આવશે. શાળા સંચાલક મંડળએ થોડા સમય પહેલા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ સરકારે નિર્ણય કર્યો છે.
કોરોનાના કારણે ધો. 1થી 8માં માસ પ્રમોશન અપાયુ હતું. પરંતુ ધોરણ 9 અને 11ના વિધાર્થીઓને થયેલા લર્નિંગ લોશને કારણે રાજ્યમાં ધો. 9-11 માં 60 ટકા વિદ્યાર્થી ફેઇલ થયા હોવાની રજુઆત કરવામાં આવી હતી. જેના કારણે તે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ન બગડે તેને લઈને શાળા સંચાલક મંડળ દ્વારા ધો 9 અને 11ની ફરી રીટેસ્ટ લેવાય તેવી સરકારને અપીલ કરવામાં આવી હતી.
આ વર્ષે ધો. 9 અને 11માં 50 થી 60 ટકા વિદ્યાર્થીઓ સ્કુલે લીધેલી પરીક્ષામાં નાપાસ થતાં સ્કુલ સંચાલ મંડળે રિટેસ્ટ લેવાય તેવી સરકાર પાસે રજુઆત કરી હતી. શાળા સંચાલક મંડળના પ્રમુખ પાસે જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી અનેક રજૂઆતો આવી હતી કે, ધો. 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં 50 થી 60 ટકા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે તે રીતે ચાલુ વર્ષે નાપાસ થનારા ધો. 9 અને 11 ના વિદ્યાર્થીઓની રી ટેસ્ટ લેવાય તેવી રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે શૈક્ષણિક વર્ષ - ૨૦૨૧-૨૨ માટે ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષ - ૨૦૨૧-૨૨ માં ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓનો રીટેસ્ટ ૧૩ જૂન ૨૦૨૨ થી શાળાઓ ખૂલ્યા પછી શાળાકક્ષાએ લેવાની રહેશે. આ રીટેસ્ટનો કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. આ અંગેની જરૂરી કાર્યવાહી આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા કરવામાં આવે તે માટે આપની કક્ષાએથી જાણ કરવા સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.