Home /News /ahmedabad /અમદાવાદ : શાકભાજીના ભાવ ફરી આસમાને, લૉકડાઉન જેવી સ્થિતિ, બટાકા 40 તો, કોથમીર 200 રૂપિયે કિલો

અમદાવાદ : શાકભાજીના ભાવ ફરી આસમાને, લૉકડાઉન જેવી સ્થિતિ, બટાકા 40 તો, કોથમીર 200 રૂપિયે કિલો

પ્રતિકાત્મક તસવીર

ભાવ વધવાનું મુખ્ય કારણ વરસાદને કારણે શાકભાજીના પાક ધોવાયો હોવાનું છે. આ કારણે શાકભાજીની આવક ઘટી છે.

અમદાવાદ : એક તરફ વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો અને બીજી તરફ ગૃહિણીઓનાં બજેટ પર ફરી એકવાર માર પડ્યો છે. ગુજરાતમાં શાકભાજીના પાક પર મોટી અસરનું પરિણામ એ આવ્યું છે કે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. એક સમયે જે શાકભાજી 20-30 રૂપિયે કિલો વેચાતા હતા તેનાં ભાવ ત્રણ ગણા વધીને 150સુધી પહોંચી ગયા છે.

જન્માષ્ટમી પૂરી થયા બાદ આજે ઘણાં સમય બાદ અમદાવાદની બજારમાં ખરીદી કરવા માટે નીકળેલા લોકોને આજે આંચકો લાગ્યો હતો. સામાન્ય રીતે કોરોનાને કાળમાં લોકો એકસાથે અઠવાડિયાની શાકભાજીની ખરીતી કરતા હોય છે. અમદાવાદના ગૃહિણી મેઘલ શાહનું માનીએ તો તેઓ માર્કેટમાં10 દિવસ પહેલાં ખરીદી કરવા આવ્યા હતા.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : માંડવીમાં છ કલાકમાં સાત ઇંચ વરસાદ

આજે જ્યારે તેઓ માર્કેટમાં ગયા ત્યારે ટામેટાંના ભાવ 80 રૂપિયા કિલો સાંભળીને ચોંકી ગયા હતા. આવો આંચકો ફક્ત મેઘલબેનને જ નહીં પરંતુ તમામ ગૃહિણીઓને લાગ્યો હતો. તમામ ગૃહિણીએ શાકભાજીના વધેલા ભાવથી તોબા પોકારી ગયા છે. જોએએ હાલ બજારમાં શાકભાજીના શું ભાવ છે.

શાકભાજીના ભાવ (અમદાવાદ-પાલડી વિસ્તાર)

શાકભાજી------- ભાવ (કિલો)
કોથમીર------- 200 રૂપિયા
રતાળુ------- 180 રૂપિયા
રીંગણ-------  100 રૂપિયા
ફુલાવર------- 100 રૂપિયા
કોબીજ-------  50 રૂપિયા
સરગવો------- 100 રૂપિયા
લીંબુ----------- 80 રૂપિયા
લીલી ડુંગળી-----120 રૂપિયા
ફુદીનો------- 100 રૂપિયા
ટીંડોળા------- 80 રૂપિયા
ભીંડા------- 80 રૂપિયા
કારેલા-------  50 રૂપિયા
વટાણા------- 150 રૂપિયા
વાલોળ------- 80 રૂપિયા
ગલકા-------  80 રૂપિયા
ચોળી-------  100 રૂપિયા
પાલખ------- 120 રૂપિયા

વીડિયો જુઓ : ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે રાહત કમિશનરની પ્રેસ કૉન્ફરન્સ

ભાવ વધવાનું મુખ્ય કારણ વરસાદને કારણે શાકભાજીના પાક ધોવાયો હોવાનું છે. આ કારણે શાકભાજીની આવક ઘટી છે જેથી ભાવ વધ્યો છે. બીજી તરફ જથ્થાબંધ ભાવમાં થોડો વધારો થતાં જ છૂટક બજારમાં વેપારીઓ લૂંટ ચલાવે છે. આ કારણે અંત ગ્રાહક પર બોજ પડે છે.
First published:

Tags: Lockdown, Price rise, Vegetable, અમદાવાદ, એપીએમસી