Home /News /ahmedabad /

કબાડીવાળા અને સ્કૂટર ચાલકનો 'દેશપ્રેમ', અમદાવાદનો આ વીડિયો તમારું દિલ જીતી લેશે

કબાડીવાળા અને સ્કૂટર ચાલકનો 'દેશપ્રેમ', અમદાવાદનો આ વીડિયો તમારું દિલ જીતી લેશે

દિલ જીતી લેશે આ તસવીર

આ તસવીર ગુજરાતના અમદાવાદ શહેરની છે. અહીં સરખેજ ગાંધીનગર રોડ પર એક કબાડીવાળા સાઇકલમાં ત્રિરંગો લગાવીને જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્પીડ બ્રેકર આવતા તેની સાઇકલનું બેલેન્સ બગડ્યું હતું અને ત્રિરંગો નીચે પડી ગયો હતો.

    અમદાવાદ: સામાન્ય રીતે 15મી ઓગસ્ટના રોજ લોકોમાં દેશભાવના જોર પકડતી હોય છે. આ વખતે દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી છે. જે અંતર્ગત 'હર ઘર ત્રિરંગા' અભિયાન જોરશોરથી ચલાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આઝાદીનો પર્વ પૂર્ણ થવાની સાથે જ દેશ પ્રેમનો ઊભરો પણ ધીમે ધીમે શમવા લાગે છે. જોકે, ન્યૂઝ 18ના કેમેરામાં દેશપ્રેમની એક એવી તસવીર કેદ થઈ છે જેને જોઈને તમારી છાતી ગજ ગજ ફૂલશે.

    આ તસવીર ગુજરાતના અમદાવાદ શહેરની છે. અહીં સરખેજ ગાંધીનગર રોડ પર એક કબાડીવાળા સાઇકલમાં ત્રિરંગો લગાવીને જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્પીડ બ્રેકર આવતા તેની સાઇકલનું બેલેન્સ બગડ્યું હતું અને ત્રિરંગો નીચે પડી ગયો હતો. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલકે બ્રેક લગાવી હતી અને ત્રિરંગાને જમીન પરથી ઊંચકી લીધો હતો. એટલું જ નહીં, ત્રિરંગાને સાફ કરીને ફરીથી કબાડીવાળાને આપી દીધો હતો.

    સ્કૂટર ચાલકે જેટલા પ્રેમથી ત્રિરંગાને ઊંચકી લીધો હતો એટલો જ પ્રેમ કબાડીવાળાના દિલમાં જોવામાં આવ્યો હતો. કબાડીવાળાએ ત્રિરંગાને સાફ કર્યો હતો અને ફરીથી પોતાની સાઇકલ પર લગાવ્યો હતો. જેમણે પણ આ દ્રશ્ય જોયું તેઓ ત્રિરંગા પ્રત્યે સ્કૂટર ચાલક અને કબાડીવાળાના અપાર પ્રેમને જોઈને ભાવુક થઈ ગયું હતું. આ સ્થળે હજાર પોલીસકર્મીઓની આંખોમાં પણ બંને પ્રત્યે સન્માન જોવા મળ્યું હતું.

    આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અભિયાન અંતર્ગત 'હર ઘર ત્રિરંગા' અભિયાનની વેબસાઇટ પર છ કરોડથી વધારે સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી. આ સેલ્ફી ત્રિરંગા સાથે લેવામાં આવી હતી. સાંસ્કૃતિક મંત્રાલયે આ માહિતી આપી હતી.


    રાષ્ટ્રધ્વજને લઈને AMCનો મહત્વનો નિર્ણય


    બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા નિર્ણય લેવાયો છે કે, જે પણ વ્યક્તિ રાષ્ટ્રધ્વજની (Tricolor) જાળવણી ન કરી શકતી હોય તેઓ રાષ્ટ્રધ્વજને માન સન્માન સાથે તેને મહાનગર પાલિકામાં જમા કરાવી શકશે. એએમસી તરફથી આ રાષ્ટ્રધ્વજને પૂરા સન્માન સાથે જાળવી રાખવામાં આવશે.

    ફરકાવેલો રાષ્ટ્રધ્વજ જમા કરાવો અને ચાંદીનો સિક્કો મેળવો


    બીજી તરફ દેશ પ્રેમ ઉજાગર કરવા માટે પાલડીના કલ્પવૃક્ષ સંસ્થા પણ આગળ આવી છે અને અનોખી પહેલા શરૂ કરી છે. કલ્પવૃક્ષ સંસ્થાના ફાઉન્ડર મહર્ષિભાઇ શાહે જણાવ્યુ હતું કે, ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સૌ કોઇ દેશવાસીઓ હર્ષ ઉલ્લાસ સાથે કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાન હર ઘર તિરંગા અભિયાનનાં કરોડો દેશવાસીઓ જોડાયા હતા. પરંતુ 15 ઓગષ્ટ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાના દ્રશ્ય જોવા મળતા હોય છે. અમદાવાદના પાલડીમાં ઓર્ગેનિક ખાદ્ય વસ્તુ વેચાણ કરતા કલ્પવૃક્ષ સંસ્થા દ્વારા તિંરગાનું અપમાન થતા રોકવા માટે એક અનોખું મુહીમ શરૂ કર્યું છે . જે પણ વ્યક્તિ તિરંગો જમા કરાવશે તેઓ ૯૦ રૂપિયાનો ગોળ માત્ર ૫૦ રૂપિયામાં અને ચાંદીનો સિક્કો ભેટમાં આપવામાં આવશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: AAP Supremo in Ahmedabad, Independence day, Tricolor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन