રેશ્મા પટેલે જામીન શરતોમાં રાહત માટે હાઈકોર્ટમાં કરી અરજી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 5:40 PM IST
રેશ્મા પટેલે જામીન શરતોમાં રાહત માટે હાઈકોર્ટમાં કરી અરજી
અમદાવાદઃપાટીદાર સમાજની મહિલા નેતા રેશ્મા પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન શરતોમાં રાહત આપવાની માગ સાથે અરજી કરી છે.અરજીમાં અરજદારની રજૂઆત છે કે કોર્ટની મંજૂરી વગર ગુજરાત છોડવુ નહીં. તે શરતમાંથી રાહત આપવામાં આવે.અરજદારને સામાજિક કાર્યક્રમ, લગ્ન સહિત મંદિરોની મુલાકાત માટે રાજ્ય બહાર જવાનુ હોય છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 5:40 PM IST

અમદાવાદઃપાટીદાર સમાજની મહિલા નેતા રેશ્મા પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન શરતોમાં રાહત આપવાની માગ સાથે અરજી કરી છે.અરજીમાં અરજદારની રજૂઆત છે કે કોર્ટની મંજૂરી વગર ગુજરાત છોડવુ નહીં. તે શરતમાંથી રાહત આપવામાં આવે.અરજદારને સામાજિક કાર્યક્રમ, લગ્ન સહિત મંદિરોની મુલાકાત માટે રાજ્ય બહાર જવાનુ હોય છે.

પરંતુ કોર્ટે મુકેલી શરતોના લીધે તકલીફ પડી રહી છે.આ અરજી પર આવતા સપ્તાહે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.મહત્વનુ છે કે ગત વર્ષે મહેસાણામાં પાટીદારો દ્વારા જેલભરો આંદોલન કર્યુ હતુ.આ સમયે પાટીદારોના અનેક નેતાઓ સહિત રેશમા પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે રેશમા પટેલને શરતોને આધીન જામીન આપ્યા હતા.જેમાં એક શરતએ પણ હતી કે, રેશ્મા પટેલે કોર્ટની મંજૂરી વગર ગુજરાત રાજ્ય છોડવુ નહીં.

ફાઇલ તસવીર

First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर