Home /News /ahmedabad /‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી, બોટાદમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી, બોટાદમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
બોટાદમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ
Republic Day celebrations: ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દિકરીની સલામ દેશને નામ’ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે. બોટાદ જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
અમદાવાદ: આવતીકાલે રાજ્યમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે તેના ભાગરૂપે મંત્રીઓ આજે તેમને સોંપવામાં આવેલા જિલ્લામાં જવા રવાના થયા છે. ગત વર્ષ 2022નો 73મો પ્રજાસત્તાક દિન દેવભૂમિ દ્વારકાના સોમનાથ મુકામે યોજવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીને લીધે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો આપણે કરી શક્યા ના હતા. પરંતુ આ વર્ષે પ્રજાસ્ત્તાક દિનનો ઉત્સવ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ વગેરે કાર્યક્રમોથી શોભી ઉઠશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ ,ધારાસભ્યઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
‘દીકરીની સલામ દેશને નામ’ થીમ પર વિશેષ ઉજવણી
ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દીકરીની સલામ દેશને નામ’ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માનીત કરી, સમાજમાં દિકરીઓના જન્મને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. આમ, પ્રજાસત્તાક દિન 2023ની ઉજવણી પરંપરા ગતથી પણ વિશેષ કાર્યક્રમોને વણી લઈ ગુજરાત અનોખી રીતે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે.
બોટાદ જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ અને રાજ્યપાલ પણ ભાગ લેવાના છે. 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરશે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ એટલેકે આજે સીએમ પટેલ બોટાદ પહોચશે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવા ઉપરાંત બોટાદ જિલ્લાની બે કોફી ટેબલ બુકનું વિમોચન કરશે. પ્રજાસત્તાક દિન 2023ની ઉજવણીમાં મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી બોટાદ મુકામે થશે.