રેપનો ભોગ બનેલી ભાજપની સદસ્યા શંકરસિંહ જોડે પહોચી, કહ્યુ-મને ન્યાય અપાવો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રેપનો ભોગ બનેલી ભાજપની સદસ્યા શંકરસિંહ જોડે પહોચી, કહ્યુ-મને ન્યાય અપાવો
ભુજઃકચ્છના નલિયામાં સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રા શરૂ કરાઇ છે.ભુજ સર્કીટ હાઉસમાં આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તા.પં.ની ભાજપની એક સદસ્યા દુષ્કર્મની ફરિયાદ લઈને આવી હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભુજઃકચ્છના નલિયામાં સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રા શરૂ કરાઇ છે.ભુજ સર્કીટ હાઉસમાં આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તા.પં.ની ભાજપની એક સદસ્યા દુષ્કર્મની ફરિયાદ લઈને આવી હતી. bjp rep1 શંકરસિંહ વાઘેલા પાસે ભાજપની જ સદસ્યા આવી હતી અને ન્યાય અપાવવા માંગણી કરી હતી.6 મહિના પૂર્વે ભાજપના જ કાર્યકરે દુષ્કર્મ કર્યું હતું.એનો કોર્ટમાં કેસ ચાલે છે.સદસ્યા તેના પતિ સાથે પત્રકાર પરિષદમાં આવી પહોંચી હતી.
ભાજપની મહિલા કાર્યકરે ભાજપના જ કેટલાક હોદ્દેદારો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો.કાર્યકરે કોંગ્રેસની પત્રકાર પરિષદમાં વ્યથા વ્યક્ત કરી હતી. કહ્યુ હતું કે ભાજપના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.ભાજપની જ હોદ્દેદારને ન્યાય નથી મળતો તો બીજાને શું ન્યાય મળશે? ભૂજ સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલાનું નિવેદન 'અમને પણ બધુ આવડે છે' 'પોલીસ હોય કે ના હોય ફરક પડતો નથી' 'અસ્મીતાના નામે ખોટો વિરોધ કરાઈ રહ્યો છે' 'કોંગ્રેસે કરેલા કાર્યો એ કચ્છની અસ્મિતા છે' 'મારે ભાજપના અસ્મિતાના સર્ટિ.ની જરૂર નથી' 'પ્રશિક્ષણ વર્ગમાં યુવતીઓ પછડાય' 'આ બધાનો વિરોધ થાય તો સહન નથી થતું' 'વિરોધની પણ કોઈ નૈતિકતા હોય છે' 'પાપલીલા-કામલીલા કરનારાઓએ કચ્છને બદનામ કર્યું' 'ગુજરાત બધામાં હબ છે ત્યારે કચ્છનું આ કેન્દ્ર સેક્સનું હબ બની ગયું છે' 'પોલીસનો સહયોગ નહોતો, કોંગ્રેસે આ હેન્ડલ કર્યું' 'કોંગ્રેસ ન્યાય માટે લડત ચલાવશે'
First published: February 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर