Home /News /ahmedabad /Ahmedabad: નિરમામાં વિદ્યાર્થીઓ માટે ઉજવાયો રેનાઈસન્સ અને મેલેન્જ-ધ ફેશન ઉત્સવ

Ahmedabad: નિરમામાં વિદ્યાર્થીઓ માટે ઉજવાયો રેનાઈસન્સ અને મેલેન્જ-ધ ફેશન ઉત્સવ

યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશેની માહિતી અપાઈ

નિરમા યુનિવર્સિટી ખાતે રેનાઈસન્સ એટલે કે પુનરુજ્જીવન એ નિરમા યુનિવર્સિટીની વિજ્ઞાન સંસ્થાનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ અને મેલેન્જ-ધ ફેશન સાથે સાહિત્યિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.

Parth Patel, Ahmedabad : ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સ, નિરમા યુનિવર્સિટી (ICNU) દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક અને સાહિત્યિક ઉત્સવ એલિસિયનની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે, વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સાથે સાહિત્યિક માર્ગદર્શન પ્રાપ્ત થાય તથા વિદ્યાર્થીઓના ટેલેન્ટને આગળ લાવી લોકો સમક્ષ રજૂ કરતા થાય.

આ કાર્યક્રમમાં ભારતભરની વિવિધ સંસ્થાઓના 550 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ડાયરેક્ટર & ડીન-ICNU પ્રો. ઉદય લાલ પાલીવાલના માર્ગદર્શન અને સમર્થન હેઠળ તથા કલ્ચરલ કોઓર્ડિનેટર-ICNU ના ફેકલ્ટી CS કરિશ્મા બુટાનીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશેની માહિતી અપાઈ

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સીઇઓ અને ફિનોલ્યુશન LLP ના સ્થાપક અપૂર્વ વોરા હાજર રહ્યા હતા. જ્યારે અપૂર્વ વોરા એ લોયડ્સ ગ્રુપ, ASK રેમન્ડ જેમ્સ, ફ્રેન્કલિન ટેમ્પલટન, UTI AMC અને ટ્રસ્ટ ગ્રુપમાં કામ કર્યાનો અનુભવ ધરાવે છે. તેમણે ઉદ્ઘાટન સમયે યુવા દિમાગ સાથે રોજગાર વિકલ્પ તરીકે સ્ટાર્ટ-અપ્સ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશેની તેમની આંતરદ્રષ્ટિ શેર કરી હતી. સામાન્ય રીતે કેડન્સ એ ત્રણ શ્રેણીઓ સાથેની સંગીત સ્પર્ધા છે.

જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, સોલો અને ગ્રુપ સિંગિંગનો સમાવેશ થાય છે. જ્યારે ઇવેન્ટના નિર્ણાયક તરીકે યોગેશ ભગવાણી અને સારંગ પાઠકે સેવા આપી હતી. સ્પર્ધકો અસાધારણ રીતે મધુર હતા. જેના કારણે નિર્ણાયકો માટે નિર્ણય લેવાનું મુશ્કેલ હતું.

આવી જ રીતે મેલેન્જ-ધ ફેશન ઇવેન્ટ્સ પણ એકસાથે યોજવામાં આવી હતી. ICNU માં જોવા માટેનું દ્રશ્ય હંમેશા મેલેન્જ રહ્યું છે. આ એક પ્રકારનું રેમ્પ વોક હતું. જે એક પ્રશંસનીય દ્રશ્ય ગણી શકાય અને દરેક સહભાગીએ તેમાં સારું પર્ફોમન્સ આપ્યું હતું. આ માટે મિસ્ટર જૈમિલ જોશીએ સ્ક્રીનિંગને જજ કર્યું હતું. ફાઇનલ મેલેન્જ શોડાઉન હવે શોર્ટલિસ્ટ કરાયેલા તમામ સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.

જ્યારે આ વર્ષે વિજ્ઞાન સંસ્થાએ પુનરુજ્જીવન 2022-23 - ધ રિવોલ્યુશન બિગીન્સનું પણ આયોજન કર્યું હતું. જેમાં આ ઈવેન્ટનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય સંસ્થાના ડાયરેક્ટર પ્રો. સરત દલાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આ કાર્યક્રમમાં ગાયન, નૃત્ય, ચિત્ર, કવિતા અને નાટ્ય જેવી કેટલીક લલિત કલા અને ઓપન સ્ટેજ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માટે વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત જજીસને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગાયનમાં ખૂબ જ પ્રખ્યાત રાષ્ટ્રીય પ્રશિક્ષિત શાસ્ત્રીય અને ટીવી ગાયક ડો. સંજીબ ભટ્ટાચાર્ય અને પ્રખ્યાત ગાયિકા શ્રધ્ધા શુક્લાએ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું હતું. જ્યારે કાર્તિક શુક્લા અને પ્રખ્યાત ચિત્રકાર અલ્પા પાલકીવાલાએ ચિત્ર સ્પર્ધાનું નિર્ણાયક કર્યું હતું. વધુમાં નૃત્યસંગિની નૃત્ય સંસ્થાનના નિયામક અને સ્થાપક શીતલ મકવાણા અને ડો. વિભા ગજ્જર દ્વારા નૃત્ય સ્પર્ધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કવિતામાં ડો. રિચા મિશ્રાએ સ્પર્ધાનું મૂલ્યાંકન કર્યું હતું.

જ્યારે આ માન્યતા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જાણીતા ગાયક અને શ્યામલ સૌમિલ એકેડેમીના હેડ સૌમિલ મુનશીએ તેમની ઉમદા ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમને દીપાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. શ્રુતિ ચેટર્જીએ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. જેણે ઇવેન્ટને યાદગાર બનાવી હતી.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Events, Local 18, Students