હ્યુમન ટ્રાફિકિંગ કેસ: મુખ્ય આરોપી બેતાબના 17 સપ્ટે સુધીના રીમાન્ડ મંજુર

News18 Gujarati
Updated: September 10, 2019, 11:19 PM IST
હ્યુમન ટ્રાફિકિંગ કેસ: મુખ્ય આરોપી બેતાબના 17 સપ્ટે સુધીના રીમાન્ડ મંજુર
પોલીસે આ સમગ્ર મામલામાં બાળકો અને આરોપી આનંદીના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં હતાં.

પોલીસે આ સમગ્ર મામલામાં બાળકો અને આરોપી આનંદીના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં હતાં.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: મહીલા ક્રાઇમબ્રાન્ચએ જુલાઇમાં વટવામાં રેડ કરીને 17 બાળકોને રેસક્યું કર્યું હતું. અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર નેટવર્કનો મુખ્ય આરોપી બેતાબ હોવાનું બહાર આવતાં જ ક્રાઇમબ્રાન્ચએ બેતાબની લોનાવાલાથી ધરપકડ કરી હતી, આજે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટેએ સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

કેટલાક મહીના અગાઉ વટવામાં ચોરીના ગુનામાં પકડાયેલ બે કિશોરીઓની પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેને આધારે પોલીસે તપાસ કરતાં વટવામાં હ્યુમન ટ્રાફિંકિંગનું નેટવર્ક બહાર આવ્યું હતું. અને મહીલા પોલીસએ રેસક્યું કરીને 17 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. જેમાં આનંદી સલાટ અને સંપત મુદલિયાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં બેતાબ ઉર્ફે શિવમ સહીત કેટલાક આરોપીઓના નામ બહાર આવ્યાં હતાં.

જોકે સલાટ છેલ્લા સાતેક વર્ષથી વટવામાંથી લોનાવાલા રહેવા માટે ચાલ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ દ્વારા લોનાવાલામાં તપાસ શરૂ કરી હતી. જ્યાંથી સોમવારે પોલીસએ તેની ધરપકડ કરી હતી, અને આજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટેએ સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

પોલીસે આ સમગ્ર મામલામાં બાળકો અને આરોપી આનંદીના ડીએનએ ટેસ્ટ કરાવ્યાં હતાં. જેમાં ચાર કિશોરીઓના ડિએનએ આનંદી સાથે મેચ થયા ન હતાં. જેમાં બે કિશોરીઓનું અપહરણ બેતાબએ કર્યું હોવાની આશંકા પોલીસને છે.

જોકે, એક કિશોરીનું અપહરણ બેતાબએ સુરત રેલ્વે સ્ટેશન પરથી કર્યું હોવાની કબૂલાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસ દ્વારા હવે બેતાબની પૂછપરછ કરીને આ કિશોરીનું અપહરણ કેટલા સમય પહેલા અને કેવી રીતે કર્યું હતું તેની તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય ત્રણ કિશોરીઓનું અપહરણ આનંદીની નણંદ કમલાએ કર્યું હોવાની આશંકા પોલીસને છે.

જેથી પોલીસ દ્વારા હવે કમલાને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. તેમજ બેતાબ બાળકોના અપહરણ માટે કઇ કઇ જગ્યાએ જતો હતો તે તમામ બાબતોની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. બેતાબની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...