Home /News /ahmedabad /કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં 5 દિવસ વરસાદ થવાની કોઈ શક્યતા નથી

કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં 5 દિવસ વરસાદ થવાની કોઈ શક્યતા નથી

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર

Meteorological Department Forecast: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોનો ભારે નુકસાન થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોનો ભારે નુકસાન થયું છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં કયાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળા દૂર થતા જ ફરી ગરમીનું જોર વધશે. શનિવારે તાપમાનમાં બે થઈ લઈને ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તો અમદાવાદમાં તાપમાન ૩૫ કે 36 ડિગ્રી રહી શકે છે.

ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર


ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રાજ્યમાં કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. એક પછી એક કમોસમી વરસાદના રાઉન્ડ આવી ગયા છે. જેના કારણે રાજ્યમાં ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. તો વિવિધ પાકોમાં બાજરી, ઘઉં, જુવાર, ડુંગળી અને કેરી જેવા અન્ય પાકમાં નુકસાનની શક્યતા છે. જો કે હવામાન વિભાગે આપેલી હાલની આગાહી પ્રમાણે હવે ખેડૂતોને રાહત રહેશે.

આ પણ વાંચો: ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો

કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળ્યો


ગુજરાતમાં આવતીકાલની કમોસમી વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડાના ઉમરગામ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ભાવનગરના જેસરના પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બિલ્લા, ઉગલવાણ, સરેરા અને શાંતિનગરમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ક્રાઈમ બ્રાન્ચે એક ભૂવાની કરી ધરપકડ, પ્રેમીઓને ફરી મળાવાના નામે કરતો હતો છેતરપિંડી

આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો


જેસર તાલુકામાં ગત વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાદમાં વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જેથી ઘણા ખેડૂતોએ રાહતની પણ માંગણી કરી હતી. આ વર્ષે કમોસમી વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડ્યો હતો. ગુજરાતના ઘણા વિસ્તારોને કમોસમી વરસાદે પ્રભાવિત પણ કર્યા હતા. જેથી પાકને પણ નુકશાન થયું હતું. પરંતુ આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી એટલે ખેડૂતો માટે સારા સમાચાર છે.
First published:

Tags: Gujarat Unseasonal Rain, Gujarati news, Unseasonal rain