16 વર્ષ લિવઈનમાં રહ્યા બાદ દુષ્કર્મનો આરોપ કેવી રીતે માની લેવોઃહાઇકોર્ટ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
16 વર્ષ લિવઈનમાં રહ્યા બાદ દુષ્કર્મનો આરોપ કેવી રીતે માની લેવોઃહાઇકોર્ટ
અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે કે 16 વર્ષથી કોઈની સાથે લિવ ઈન રિલેશનશીપમાં પતિ-પત્ની જેમ રહ્યા બાદ, પુરૂષ પર દુષ્કર્મનો આરોપ માની શકાય નહીં.જો કે પુરૂષે વચનો પૂર્ણ ન કર્યા હોવાથી તેની સામે છેતરપિંડીની તપાસ બને છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે કે 16 વર્ષથી કોઈની સાથે લિવ ઈન રિલેશનશીપમાં પતિ-પત્ની જેમ રહ્યા બાદ, પુરૂષ પર દુષ્કર્મનો આરોપ માની શકાય નહીં.જો કે પુરૂષે વચનો પૂર્ણ ન કર્યા હોવાથી તેની સામે છેતરપિંડીની તપાસ બને છે. હાઈકોર્ટે રાજકોટ પોલીસને આદેશ કર્યો છે કે કેસમાં પુરૂષ દ્વારા મહિલાને આપેલા વચનો પૂરા ન કરવા અને મહિલાની ખોટી સહી કરવાના કેસમાં પૂરૂષ સામે તપાસ કરી છેતરપિંડીની ફરિયાદ નોંધવી કે નહીં તે નક્કી કરો.હાઈકોર્ટનુ અવલોકન છે કે વર્તમાન સમયમાં આર્થિક સલામતીના ભાગ રૂપે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા પહેલા કરાર કરવા, લગ્ન પહેલા શારિરીક સંબંધ અને સહવાસનુ પ્રમાણ વધ્યુ છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે પુરૂષની સૈદ્ધાંતિક અને નૈતિક જવાબદારી છે કે ખોટા વચનો આપીને કોઈ મહિલાને ફસાવે નહીં અને તેને શારિરીક સંબંધ બાંધવા દબાણ કરે નહીં.બીજી તરફ મહિલાઓની પણ જવાબદારી બને છે કે તેમના સન્માન, ગૌરવ માટે સતર્ક રહે. આ ઉપરાંત, મહિલાઓ તેમની શુદ્ધતા, પવિત્રતા અને ગુણો જાળવવા જાગૃત રહે.તેમના શરીરની રક્ષા કરવાની જવાબદારી પણ તેમના પર છે. ખોટા વચનોમાં ભોળવાઈ જઈ મહિલાઓ પોતાની જાતને કોઈને સોંપી દે નહીં. મહત્વનુ છે કે રાજકોટની મહિલાએ ભૂતપૂર્વ પોલીસ કર્મી પર આક્ષેપ લગાવ્યો હતો કે સોળ વર્ષ લિવઈનમાં રહ્યા બાદ, તેણે તેની સાથે છેતરપિંડી કરી છે અને દુષ્કર્મ આચર્યુ છે.
ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
16 વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ દુષ્કર્મનો આરોપ માની ન શકાય
હાઈકોર્ટે પુરૂષ પર વચનો પુરા ન કરી છેતરપિંડી કરવાનો આક્ષેપ માન્યો
હાઈકોર્ટનો રાજકોટ પોલીસને આદેશ
કેસમાં યોગ્ય તપાસ કરો અને એફઆઈઆર નોંધવી કે નહીં તે નક્કી કરો
હાઈકોર્ટનુ અવલોકન
વર્તમાન સમયમાં લિવ ઈન રિલેશનશીપનુ પ્રમાણ વધ્યુ
લગ્ન પહેલાના શારિરીક સંબંધો અને સહવાસનુ પ્રમાણ વધ્યુ
હાઈકોર્ટની ટકોર
પુરૂષની સૈદ્ધાંતિક અને નૈતિક જવાબદારી છે કે મહિલાને ફસાવે નહીં
ખોટા વચનો આપી ફસાવે નહીં અને સંબંધ બાંધવા દબાણ ન કરે
મહિલાઓની પણ જવાબદારી છે કે ખુદના સન્માન અને ગૌરવ માટે સતર્ક બને
મહિલાઓ તેમની પવિત્રતા, શુદ્ધતા અને ગુણોની જાળવણી માટે જાગૃત રહે
ખોટા વચનોમાં ભોળવાઈને મહિલા તેનુ શરીર કોઈને સોંપી ન દે
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर