Home /News /ahmedabad /અમદાવાદ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, બિલ્ડીંગ મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત

અમદાવાદ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, બિલ્ડીંગ મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત

અપગ્રેડેશન અને આધુનિકીકરણ

Ahmedabad Railway Station: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પરિવર્તનના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે.

વધુ જુઓ ...
અમદાવાદ: ભારતીય રેલવે દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પરિવર્તનના પરિણામે નવી નોકરીઓનું સર્જન થશે તેમજ અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે.

સ્ટેશનના પુનઃવિકાસનું કામ શરૂ


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેક્ટના અમલીકરણ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જે 13 માર્ચ, 2023 ના ખોલવામાં આવ્યા હતા. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા વગેરેના રૂપમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરીને સ્ટેશન પર હેરિટેજ સ્મારકો અને નવા સિટી સેન્ટરના એકીકરણ માટે એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ ની પરિકલ્પના કરવામાં આવી છે.

આ પણ વાંચો: એક વર્ષ પૂર્વે થયા હતા લગ્ન, હાર્ટ એટેકથી મોટા પુત્રનું નીપજ્યું મોત! પરિવારમાં શોકનો માહોલ

સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો થશે


સ્ટેશન બિલ્ડીંગની વાસ્તુકલા મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે. કાલુપુર તરફ એમએમટીએચ બિલ્ડિંગના પ્રતિષ્ઠિત ટાવર અમદાવાદ શહેર માટે એક નવું લેન્ડમાર્ક બનશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ઈંટ મિનારા અને ઝુલતા મિનારાના સંરક્ષિત સ્મારકોને સ્ટેશન પરિસરમાં સૌંદર્યલક્ષી રીતે સંકલિત કરવામાં આવશે. જેથી આ વારસાની મહત્વતા વધશે. આ સ્ટેશનની ડિઝાઇનમાં આયોજિત એક નવો ખ્યાલ અડાલજ સ્ટેપવેલ દ્વારા પ્રેરિત એક ઓપન સ્પેસ એમ્ફીથિયેટર છે. આનાથી સ્ટેશનના સ્થાપત્ય મૂલ્યમાં વધારો તો થશે. પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન સ્થળ પણ પણ પ્રદાન કરશે.

આ પણ વાંચો: શું ક્યારેય સપનામાં કે હકીકતમાં સ્ટીલથી બનેલો રોડ જોયો છે? જાણો ક્યા બન્યો છે આવો રોડ

તમામ સુવિધાઓથી સજ્જ હશે રેલ્વે સ્ટેશન


આ પુનઃવિકાસ શહેરની બંને બાજુઓને એકીકૃત કરશે. રેલવે ટ્રેકની ઉપર 15 એકરનો કોન્કોર્સ પ્લાઝા અને 7 એકરનો મેઝેનાઈન પ્લાઝા બનાવવાની યોજના છે. યાત્રીઓ માટે આ કોન્કોર્સમાં વેઇટિંગ એરિયા હશે. જેમાં શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ હશે. એક એલિવેટેડ રોડ નેટવર્ક સ્ટેશનની ગીચતા ઘટાડશે અને નેશનલ હાઈ સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સાથે રેલવેના મલ્ટિમોડલ એકીકરણની સુવિધા આપશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Railway, Ahmedabad railway Station, Indian railways

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો