Home /News /ahmedabad /AMCની તળિયા જાટક તિજોરીમાં રેકોર્ડ બ્રેક આવક, આ વર્ષે રૂપિયા 1909 કરોડની આવક નોંધાઈ

AMCની તળિયા જાટક તિજોરીમાં રેકોર્ડ બ્રેક આવક, આ વર્ષે રૂપિયા 1909 કરોડની આવક નોંધાઈ

ટેક્ષની આવકમાં થયો વધારો

AMC Latest News: અમદાવાદ મહાનગર પાલિકાના તળિયા જાટક તિજોરીમાં નવી આવકનો ધરખમ વધારો થયો છે.અમદાવાદ મહાનગર પાલિકાના ઇતિહાસમાં, ટેક્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક્રીગ આવક નોંધાઇ છે. સતત બીજા વર્ષે બજેટ લક્ષ્યાંક કરતા વધુ આવાક એએમસી ટેક્ષ વિભાગમાં નોધાતા ટેક્ષની તિજોરી છલોછલ થઇ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના તળિયા જાટક તિજોરીમાં નવી આવકનો ધરખમ વધારો થયો છે.અમદાવાદ મહાનગર પાલિકાના ઇતિહાસમાં, ટેક્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક્રીગ આવક નોંધાઇ છે. સતત બીજા વર્ષે બજેટ લક્ષ્યાંક કરતા વધુ આવાક એએમસી ટેક્ષ વિભાગમાં નોધાતા ટેક્ષની તિજોરી છલોછલ થઇ છે. વર્ષ 2023/23માં બજેટ લક્ષ્યાંક - 1641.04 કરોડ રાખવામાં આવ્યો હતો જેની સામે 1909.63 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.

લક્ષ્યાંક કરતાં ખૂબ વધારે રેકોર્ડ બ્રેક આવક


AMC રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, ટેક્ષ વિભાગ દ્વારા 2022-23ના વર્ષ દરમિયાન શહેરના કરદાતાઓના સાથ સહકાર તથા પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનટેક્ષ અને વ્હીકલ ટેક્ષ ખાતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાગ પ્રયાસથી અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં આપવામાં આવેલ લક્ષ્યાંક કરતાં ખૂબ વધારે રેકોર્ડ બ્રેકીંગ આવક થયેલ છે. આ વર્ષે ટેક્ષ ખાતાના ત્રણેય વિભાગો એટલેકે પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશનટેક્ષ અને વ્હીકલ ટેક્ષ એ અંદાજપત્રમાં નક્કી થયેલ લક્ષ્યાંકને સિધ્ધ કરી તેનાથી પણ ખૂબ વધુ આવક મેળવેલ છે. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઐતિહાસિક અને પ્રશંસનીય બાબત છે.

આ પણ વાંચો: વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે PGVCLના અધિકારીએ ફરજ પર રુકાવટની ફરિયાદ કરી

1909.63 કરોડ રૂપિયાની આવક નોંધાઈ


મળતી વિગતો પ્રમાણે વર્ષ 2023/23માં બજેટ લક્ષ્યાંક - 1641.04 કરોડ રાખવામાં આવ્યો હતો જેની સામે 1909.63 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વર્ષ - 2021/22 બજેટ લક્ષ્યાંક - 1420 કરોડ હતો જેની સામે 1553.23 કરોડની આવક નોંધાઈ હતી. આમ, કુલ ટેક્ષની આવકમાં છેલ્લા બે વર્ષમાં 500 કરોડથી પણ વધુ વધારો એટલે કે 38% થી પણ વધુ વધારો નોંધાયો છે. પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ તથા વ્હીકલ ટેક્ષ મળી કુલ રૂા. 1909.63 કરોડ જેટલી વસૂલાત થયેલ છે. જે ગઇ સાલની કુલ આવક રૂપિયા 1553.23 કરોડ કરતાં રૂપિયા 356.40 કરોડ જેટલો વધારો થયેલ છે. ફકત 31 માર્ચ 2023ના રોજ પ્રોપર્ટી ટેક્ષની આવક રૂપિયા 73.52 કરોડ થયેલ છે.

આ પણ વાંચો: સુરતની 14 વર્ષની બહુમુખી પ્રતિભા ધરાવતી બાળલેખિકા ભાવિકા મહેશ્વરી

વ્યાજની રકમમાં 100% ઇન્સેન્ટીવ રીબેટ


ચાલુ વર્ષ પૂરતી જ જૂના બાકી ટેક્ષ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે 20 વર્ષ બાદ‘One Time Settlement’ જેવી યોજના તારીખ 14-02-2023થી માત્ર 45 દિવસ માટે મૂકવામાં આવેલ. જે અંતર્ગત કોઇપણ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતના કરદાતા સને 2022-23 સુધીનો સંપૂર્ણ ટેક્ષ ભરપાઇ કરે તો તેવી તમામ મિલકતોને સને 2021-22 સુધીના જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા ની વ્યાજની રકમમાં 100% ઇન્સેન્ટીવ રીબેટ આપવામાં આવેલ હતી.


ડીમ્પ્યુટેડ પ્લેટમાં 33% નો ઘટાડો થયો


આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ડીમ્પ્યુટેડ પ્લેટમાંથી 3,47,140 પ્લેટ ચોખ્ખી થયેલ છે. જેથી ડીમ્પ્યુટેડ પ્લેટમાં 33% નો ઘટાડો થયેલ છે. આ યોજના તારીખ 14-02-2023 થી તારીખ 31-03-2023 સુધી જુની ફોર્મ્યુલાનો રૂપિયા 4.86 કરોડ, નવી ફોર્મ્યુલા એરીયર્સનો રૂા.289.09 કરોડ તથા ચાલુ વર્ષનું રૂ।. 228.77 કરોડ સાથે સને 2022-23ની કુલ આવક રૂા. 1506.54 કરોડ આવેલ છે. જેથી આ સમયગળા દરમ્યાન કુલ 203.18 કરોડ જેટલી માતબર રકમનું રીબેટ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે ટેક્ષ રીકવરીની ઝુંબેશ અંતર્ગત આશરે 1,18,413 જેટલી મિલકતોને સીલ મારવામાં આવેલ છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે, ચાલુ વર્ષની 1254 કરોડના ડિમાન્ડ સામે 1001 કરોડ જેટલી રકમનો ટેક્ષ ભરાયેલ છે. જે કરંટ ટેક્ષ રીકવરીનો રેશીયો 80% જેટલો ગણાય, જે કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલા વાર ઘટના બની છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, AMC latest news, AMC News