Home /News /ahmedabad /Ahmedabad News: રસ્તે રખડતી રંજાડ ! હાઇકોર્ટના આદેશ બાદ જુઓ રિયાલિટી ચેકમાં સામે આવ્યા આવા દ્રશ્યો

Ahmedabad News: રસ્તે રખડતી રંજાડ ! હાઇકોર્ટના આદેશ બાદ જુઓ રિયાલિટી ચેકમાં સામે આવ્યા આવા દ્રશ્યો

અમદાવાદમાં રખડતા ઢોર

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસ અને તેના કારણે થતી અકસ્માતની ઘટનાઓને લઈને હાઇકોર્ટે સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.  કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.

અમદાવાદ: જો આપ શહેરમાં બોપલ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં વાહન લઈને નીકળી રહ્યા છો તો સાવધ રહેજો. કારણ કે, હાઇકોર્ટનો આદેશ છતાં આ વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હાઇકોર્ટે સાત દિવસ સુધી સતત કામગીરી કરવાનો સમય આપ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા હજુ પણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં રસ્તાઓ પર રખડતા ઢોરની રંજાડ જોવા મળી રહી છે. એટલે કે હાઇકોર્ટના અદેશોને પણ તંત્ર ધોળીને પી ગયું છે.

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસ અને તેના કારણે થતી અકસ્માતની ઘટનાઓને લઈને હાઇકોર્ટે સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.  કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અગામી સાત દિવસ સુધી ઢોર ત્રાસ સામે કામગીરી કરતા અધિકારી અને કર્મચારીઓએ 24 કલાક કામગીરી કરવી. આ પ્રકારના નિર્દેશ છતાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા પર રખડતા ઢોર નજરે પડ્યા છે.



આટઆટલા કડક આદેશ કરવા છતાં રખડતા ઢોરના ત્રાસને ડામવામાં તંત્ર જાણે નિષફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.  ન્યૂઝ 18 ગુજરાતીની ટીમએ શહેરના પાંચ અલગઅલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર લાલીયાવાડી સામે આવી છે. શહેરના બોપલ વિસ્તાર હોય કે વાડજ વિસ્તાર સાબરમતી વિસ્તાર, મોટેરા રોડને ચાંદખેડા વિસ્તારમાં પણ એ જ સ્થિતિ રખડતા ઢોરની જોવા મળી. સાબરમતી વિસ્તારમાં ઢોરને રોટલી ખવડાવતા પણ રિયાલિટી ચેકમાં નજરે પડ્યા.



વલસાડની સિંગર વૈશાલીનો હત્યારો કોણ? ત્રણ દિવસ બાદ પોલીસને નથી મળી કોઇ કળી
" isDesktop="true" id="1244534" >



એક તરફ રાજ્યમાં રસ્તાઓ પર થઈ રહેલી અકસ્માતની ઘટનાઓ પાછળ રખડતા પશુઓ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. છતાં રખડતા ઢોરને પકડવામાં અને પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આટલી બેદરકારી કેમ તે એક સૌથી મોટો સવાલ છે. મહત્વનુ છે કે હાઇકોર્ટે આ મામલે વધુ સુનાવણી આગામી 5 સપ્ટેમ્બર પર રાખી છે અને તંત્રને સાત દિવસનો સમય આપ્યો છે જો કે હાઇકોર્ટ મન આદેશ બાદ પહેલા દિવસે જ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે.
સંજય ટાંક
Published by:Kaushal Pancholi
First published:

Tags: Stray Cattle, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन