Ahmedabad Police family Suicide: કુલદીપ સિંહે આપઘાત કરતાં પહેલા એક મેસેજ કર્યો હતો. તેમાં તેમણે મિત્રો સહિત પરિવારજનોને યાદ કર્યા હતા. આ ઉપરાંત સાથે કામ કરતા પોલીસકર્મીઓનો આભાર પણ માન્યો હતો. તેટલું જ નહીં, પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઇચ્છા પણ જાહેર કરી છે.
અમદાવાદઃ શહેરમાં પોલીસ પરિવારે સવારે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તપાસમાં તેમની સુસાઇડ નોટ સામે આવી છે. જેમાં તેમણે મિત્રો સહિત પરિવારજનોને સંબોધીને ઘણી વાતો લખી છે. તેટલું જ નહીં, સરકારને પણ પોલીસનો ગ્રેડ પે વધારવા માટે અપીલ કરી છે. વાંચો તેમણે સુસાઇડ નોટમાં શું-શું લખ્યું છે...
અક્ષરસઃ સુસાઇડ નોટ
ઇટ્સ માય લાસ્ટ નોટ. બીજું કંઈ મેં લખ્યું નથી ઘરે કંઈ તપાસ ના કરતા. રાજીખુશીથી જાવ છું. કોઈ તપાસ ના કરતા મારા બધા પૈસા જે ફ્લેટમાં ભર્યા એ મારી બેનના ફ્લેટ માટે બીજા કોઈનો કંઈ વાંક નથી.
મારાથી કંઈ ભુલ થાય હોય તો સોરી.
ખાંભલા સર મજા આવી આપ સાથે, સ્વભાવ બોવ સારો આપનો ક્રિકેટ રમજો, તમે ખાલી વાતો જ કરો છો રમવાની. મજા આવી પોલીસ સ્ટેશનમાં. તમામ સારા હતા. ડી - સ્ટાફ કામ કરશે. ભલામણ રાખજે સંજુ બાબા બીજેપી બાબુ કાકા સ્ટેન્ડ સાચવજો. શૈલેષભાઈ અને અમિત જીવ ના બાળતા તહેવારમાં યાદ કરજો ખાલી invy pso વાળાને જલસા હતા ને જલસા કરજો પણ સરને તકલીફ ના પડે એમ.
આજ્ઞાબેન હવે એકાઉન્ટ સાચવજો. તમારું ભગવાન સારું કરશે. બાકી કુલદિપભાઈ છે જ ખાલી યાદ કરજો પણ મારી કસમ કોઈ પાસે કંઈ ના બોલતા અને તમને 1000 મારે આપવાના એ મારા જીજુ પાસેથી લઈ લેજો, એ મારા કબાટમાંથી આપશે.
અમિતસિંહ, જેડી, હિરેનભાઈ જલસા કરજો. શેર માર્કેટને કઈ નહીં થાય બાકી આવશે તો બીજેપી રુતુ તુ સુધરી જજે. સોરી અરવિંદભાઈ જલસા કરજો. મસાલા હવે ના ખાતા ઓકે. બાપા સીતારામ. કપલા આવજે અને નોકરી કરજે અમદાવાદ જ રહેજે. મારા ફ્રેન્ડ્સ પણ બહુ સારા હતા. પોપટ, વિશાલ, ટકો, વિજો, પતુ, હરદિપ, કરણભાઈ, જેપી, મિતુલ, કોયટો, બાવલો, સ્કાય, રવુભા, ઘણા બધા છે જો લખું તો જીવન વધારે જીવાય જાય. સિહોરવાળા ફ્રેન્ડ્સને સોરી યાર, સહન ના થયું, તમે કાચા પડ્યાં યાર મને સાચવવામાં. લાલા, અની, મોન્ટુ, જયુ ફરવા જજો ને જલસા કરજો. મોન્ટુ હવે લાલાને મારતો નહીં. તમને બોવ મીસ કરીશ @ તમારો સંભાળ લેનારો જતો રહ્યો.
પપ્પા સોરી મમ્મીને સાચવજો. તમારું ધ્યાન રાખજો અને હવે પ્લોટનું સમાધાન કરીને નિવૃત જીવન ગાળો. ભગવાનનું કામ કરજો. પપ્પા તમે બહુ સારા હતા. તમને મળવુંતું પપણ જીવન ઓછું પડ્યું. મમ્મી સોરી, તમારો કુલી તમારો જ છે. હિતાર્થ હવે તમારો કુલી અને તમે ખૂબ ભગવાનનું કામ કરજો. તમને મળવાનું બાકી રહી ગયું પણ લાસ્ટ સોમવારે ફોનમાં વાત થઈ એટલે ચાલશે અને મમ્મી તમને બહુ હેરાન કર્યા અત્યાર સુધી. આ લાસ્ટ ટાઇમ આકાંક્ષા આજ રાત બહુ રમી મારી સાથે એટલે હું એને લઈ જઉં છું. રિદ્ધિને એકલી ના મૂકું એટલે એ પણ આવે છે સાથે.
ભાઈ અને ભાભી જલસાથી જીવજો, બાકી હું છું અને એક સારી ગાડી લઈ લેજે. કંઈ હોય તો મારા જીગરી ભાઈબંધ તને હવે આપું છું.
ભૂરા અને ઢેબાને સાચવજો. ભૂરાના વાળ ના કપાવતા આકાંક્ષાનું જ છે એ પ્રત્યુશાનું. બેન-જિજુ મીસ યુ. સોરી તમને હું બહુ હેરાન કરતોતો.
બેન રાખડી મને પણ બાંધજે. વિક્રમનું કામ બધું હું જ કરીશ. બેન તારા ભાઈમાં સહનશક્તિ નથી એ તું પણ જાણે છો. અક્ષુના રમકડાં કાજુ અને પતું ના. તું સ્ટ્રોંગ રહેજે મમ્મી પાસે. ભાણુભા અને કાજુ ટાટા ખૂબ પ્રગતિ કરજો. તોફાન ના કરતા. આક્ષુને લેતો જાવ છું. દક્ષને મારતી નહીં કેહ ત્યારે મમ્મી પાસે જવા દેજે. ભૂલથી મારાથી કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો.
જે કોઈને પૈસા આપ્યાં છે એ મારા ભાઈને આપજો અને ના આપો તોય કંઈ નહીં જલસા કરો. કેવલભાઈ, શ્યામભાઈ, પ્રિંકેશભાઈ થેન્કયૂ. ભાડા કરાર ખોવાઈ ગયો યાર તમને આપવાનો હતો અને મજા આવી તમારી સાથે. માધુરીવાળા ફ્રેન્ડ્સને બાય. મિસ કરીશ.
મારા જીવનમાં આવેલા તમામનો દિલથી આભાર અને સોરી.
‘ખુદા સે મૈને દુવા માંગી, દુવા મેં અપની મોત માંગી, ખુદા ને કહા મોત મેં તુજે દુંગા, પર ઉસે ક્યા કહું જિસને તેરી લંબી ઉંમર કી દુવા માંગી’
મારી દુવા માગવાવાળી મારી સાથે લઈ જાવ છું. બીજા કોઈએ દુવા નહીં માગી હોય. મેં રિક્વેસ્ટ તો બહુ કરેલી બટ ચાલશે. ખુશ છું આજ હું બહુ કે આ દિવસ આજે આવી ગયો.
જય યોગેશ્વર, જય માતાજી અને જય દ્વારકાધીશ, જય કષ્ટભંજન દેવ
પોલીસનો ગ્રેડ પે વધે તે અંતિમ ઇચ્છા IPS પૈસા બહુ ખાય છે અને એ જ પગાર વધારવા નથી દેતા.