Home /News /ahmedabad /

Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટે કેવો રહેશે પોલીસ બંદોબસ્ત, જુઓ તમામ વ્યવસ્થા

Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષા માટે કેવો રહેશે પોલીસ બંદોબસ્ત, જુઓ તમામ વ્યવસ્થા

રથયાત્રા પોલીસ બંદોબસ્ત

Rathyatra 2022 : રથયાત્રા દિવસે ઘણા રોડ બંધ હોવાથી ટ્રેન માં મુસાફરી કરનાર ટ્રાન્સપોર્ટેશન તકલીફ પડતી હોવાની ફરિયાદ મળતા આ વર્ષે પોલીસે મ્યુ કોર્પોરેશન સાથે ઇ રિક્ષાનું આયોજન કર્યું છે જે ઇ રીક્ષા રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવશે

Rathyatra 2022 : ગુજરાત (Gujarat) ના સૌથી મોટા બંદોબસ્ત એવા રથયાત્રા (Rathyatra) ની સુરક્ષાની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રણ સ્તર પર ગોઠવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન કોઇ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ બની છે. આ વખતે શહેર પોલીસે અનેક એવા ઐતિહાસિક કામો કર્યા છે. ભાઈચારો જળવાઈ રહે અને કોમી એકતા બની રહે એ માટે બે મહિનાથી પોલીસે મહેનત કરી છે. સ્થાનિક પોલીસથી માંડીને સેન્ટ્રલ સિક્યુરીટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે, પરંતુ આ વર્ષે હાઈટેક અને ટેકનોલોજી યુક્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 હજારનો પોલીસ ફોર્સનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત હશે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હવામાંથી સર્વેલન્સ કરવામાં આવશે. એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે અને એક હવાઈ વાહનની પણ વ્યવસ્થા કરવા જઈ રહી છે, અમદાવાદ પોલીસ .બીજી તરફ બોડી ઓન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. સાથે જ સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશ આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. જેને લઇને આ વિસ્તારોમાં 100થી વધુ હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરા, બોડીઓન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી ખાતે કરાશે. પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે. જોકે છેલ્લા એક મહીનાથ ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

તો બીજીતરફ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એ જણાવ્યું કે, અનુભવી આઇપીએસથી માંડીને પીઆઇ પીએસઆઇને પણ રથયાત્રામાં બોલાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. તો સાથે સાથે રોજેરોજ ક્રાઇમબ્રાંચ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રથયાત્રાને લઇને સુરક્ષા અને શાંતિ જળવાઇ રહે તેના પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિ લઈ શાંતિપૂર્ણ વાતાવરણ માં રથયાત્રા નીકળવા શહેર પોલીસે કોમ્યુનીટી પોલીસિંગથી લોકોનામાં એકતા જળવાય તેવા પ્રયાસ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યા છે. જેમાં શાંતિ સમિતિની બેઠકથી લઈ રક્તદાન અને ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું.

શહેર પોલીસે રથયાત્રામાં લોખંડી બંદોબસ્ત ગોઠવવાની સાથે લોકોમાં એકતા જળવાય તેનો પ્રયાસ કર્યો અને અનેક ઐતિહાસિક કાર્યક્રમો કર્યા છે. સાથે જ રથયાત્રામાં રહેલ 101 ટ્રક માંથી 30 જેટલા સારા ટ્રકને ઇનામ આપવાની જાહેરાત કરી છે, જેમાં કુલ 3 લાખ સુધીના અલગ અલગ ઇનામ શહેર પોલીસ દ્વારા આપવામાં આવશે. ત્યારે રથયાત્રા દિવસે ઘણા રોડ બંધ હોવાથી ટ્રેન માં મુસાફરી કરનાર ટ્રાન્સપોર્ટેશન તકલીફ પડતી હોવાની ફરિયાદ મળતા આ વર્ષે પોલીસે મ્યુ કોર્પોરેશન સાથે ઇ રિક્ષાનું આયોજન કર્યું છે, જે ઇ રીક્ષા રેલ્વે સ્ટેશન પર મુકવામાં આવશે. જેનો લાભ ખાસ મહિલાઓ, બાળકો અને વૃધ્ધો મળશે. તો સોશ્યલ મીડિયા અફવાનું સાધન બન્યું હોવાથી બે માસથી આવા તત્વો અને સંવેદનશીલ પોસ્ટ પર પણ નજર રાખી પોલીસ સાનુકૂળ વાતાવરણ બનાવી પહેલા રથયાત્રા અને બાદમાં બકરી ઈદ ભાઈચારઆ ના માહોલ સાથે સંપન્ન કરવાના મૂડમાં જોવા મળી રહી છે.

રથયાત્રા બંદોબસ્તમાં તૈનાત પોલીસ બંદોબસ્ત

1) IG/DIG - 92) SP/DCP - 363) ASP/ACP - 864) PI - 2305) PSI - 6506) ASI/HC/PC/LR - 118007) SRP - 19 કંપની (1330 પોલીસ જવાનો)8) CAPF/RAF કંપની - 22 (1540 પોલીસજવાનો)9) હોમગાર્ડ - 572510) BDDS ટીમ - 1011) ડોગ સ્ક્વોડ - 13 ટિમો12) ATS ટીમ 1 13) માઉન્ટેડ પોલીસ - 7014) નેત્ર ડ્રોન કેમેરા - 415) ટ્રેસર ગન - 2516) મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર - 417 ) મીની કંટ્રોલ રૂમ એવા એમ.સી.સી.વી વાહનો 418 ) 60 લાઈટ વાહનો

રથયાત્રાની અન્ય વ્યવસ્થા

- રક્તદાનથી લઈ મહોલ્લા મિટિંગ - મહિલાઓ, વૃધ્ધો અને યુવાનોને પોલીસે જોડ્યા
- શહેર પોલીસ દ્વારા 6 જેટલી રક્તદાન શિબિર કરવામાં આવી. જેમાં 1225 બોટલ રક્ત એકત્રિત કરાયું.
- 400 મહોલ્લા સમિતિ મિટિંગમાં 2875 વ્યક્તિ હાજર રહ્યા
- 110 શાંતિ સમિતિ મિટિંગમાં 1540 લોકો હાજર રહ્યા.
- 8 જેટલી મિટિંગ બને ધર્મના ધાર્મિક આગેવાનો સાથે
- યુથ કમિટી મીટીંગમાં 1750 યુવાઓ રહ્યા હાજર.
- વડીલ ગોષ્ટિ કાર્યક્રમ 1038 વૃધ્ધો હાજર રહ્યા
- પાંચ આઇપીએસ મહિલા દ્વારા નવતર પ્રયોગ કરી મહિલા સંમેલન યોજાયું જેમાં 2284 મહિલા હાજર રહી
- અખાડામાં ભાગ લેનારને દૂધ અને પ્રોટીન પાવડર તથા દ્રાયફ્રુટ ની 10 કીટ વિતરણ કરી..
- યુવાનોને એક કરવા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી..
- ઐતિહાસિક ક્રિકેટ મેચ રહી જેમાં બેટિંગ બોલિંગ ની શરૂઆત મહંત અને મૌલાના થી કરાઈ
- આ યુવાનો ને વોલયેન્ટર બનાવી પોલીસ સાથે બંદોબસ્ત માં રખાયા
- ખલાસીઓને પગમાં ઇજા ન થાય એ માટે મોજા અપાયા
- 101 ટ્રક માંથી સારા શણગાર કરનાર 30 ટ્રક ને 3 લાખનું ઇનામ અપાશે
Published by:ankit patel
First published:

Tags: Rathyatra, અમદાવાદ રથયાત્રા, ભગવાન જગન્નાથ રથયાત્રા, રથયાત્રા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन