liveLIVE NOW

Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથ નીજ મંદિર પરત પહોંચ્યા, રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

Ahmedabad Latest news: બે વર્ષ બાદ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં જગતના નાથ નગરચર્યાએ નીકળશે. અમદાવાદના રથયાત્રાના આખા રૂટ 'જય રણછોડ'ના (Jay Ranchod) નાદથી ગૂંજી ઉઠ્યા છે.

 • News18 Gujarati
 • | July 01, 2022, 22:29 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: A MONTH AGO

  હાઇલાઇટ્સ

  20:18 (IST)

  ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા

  ભગવાન જગન્નાથજીના રથ નિજ મંદિર પહોંચ્યા

  શાંતિપૂર્ણ માહોલ વચ્ચે રથયાત્રા પૂર્ણ

  19:14 (IST)

  ધજા પતાકા મંદિરે પહોંચ્યા

  19:13 (IST)

  અમદાવાદ

  મિરઝાપુર કોર્ટ પાસે રથયાત્રા ડ્યુટી દરમિયાન એક પોલીસ કર્મી ની તબિયત લથડી..

  શ્વાસ લેવાની મુશ્કેલી ને કારણે પોલીસ કર્મી ને હોસ્પિટલ ખસેડાયો ..

  અસારવા સિવિલ હોસ્પિટલ માં પોલીસકર્મી સારવાર હેઠળ...

  રથયાત્રા દરમિયાન કુલ 5 લોકો ને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા 

  108 તમામ ને નજીક ની હોસ્પિટલ માં ખસેડ્યા

  18:42 (IST)

  ગજરાજ પહોંચ્યા નીજ મંદિર

  18:33 (IST)

  રથયાત્રામાં વરસતા વરસાદમાં પણ ભક્તોમાં અનેરો આનંદ જાવો મળ્યો

  આજના દિવસે પડેલો વરસાદ એટલે લોકો માટે પ્રસાદ

  રથયાત્રામાં ભક્તોની ભીડ, ભગવાનના રથ અને પોલીસ બંદોબસ્ત સાથે ભગવાનની નગરચર્યા

  18:31 (IST)

  શાહપુર વિસ્તારમાંથી ભાઈ-બહેનના રથ પસાર થયા અહિં નિવૈદ્ય અને પુષ્પ વર્ષાથી ભગવાનનું સ્વાગત કરાયુ ભક્તિમય માહોલમાં ત્રણેય રથ આગળ વધી રહ્યા છે

  18:30 (IST)

  ગૃહરાજય મંત્રીએ માનવતાની મહેક હર્ષ સંઘવીએ રથયાત્રામાં વિખુટા પડેલા બાળકોના આંસુ લુછ્યા

  18:28 (IST)

  દરિયાપુરમાં મહંત દિલીપદાસનું સ્વાગત કરાયુ મુસ્લિમ આગેવાનોએ કર્યુ ભાવ ભર્યુ સ્વાગત

  અમદાવાદ : વાજતે-ગાજતે, રંગે-ચંગે, ભક્તોના ઘોડાપૂર અને ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યામાં લોકો જોડાયા હતા. નગરચર્યાએ નાથ નીકળ્યા ત્યારે જય રણછોડ માખણચોરના નાદ સાથે અમદાવાદની ગલીઓ ગુંજી ઉઠી હતી.

  ગજરાજો, સુશોભિત ટ્રક, અખાડા અને ભક્તિમય વાતાવરણ એમ રથયાત્રાના તમામ રંગો જોવા મળ્યા

  નાથની નગરચર્યામાં ગજરાજો, સુશોભિત ટ્રક, અખાડા અને ભક્તિમય વાતાવરણ એમ રથયાત્રાના તમામ રંગો જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. ત્યાર બાદ ત્રણેય રથોનું પ્રસ્થાન થયું એ ઘડી ઐતિહાસિક હતી. રથની આગળ શણગારાયેલા અને સુશોભિત અંબાડી સાથે ગજરાજ અને પાછળ ભક્તોના ઘોડાપુર સાથેના દ્રશ્યો અલૌકિક હતા.

  અષાઢી બીજે મેઘરાજાના અમીછાંટણાથી ભક્તો ઘેલા થયા

  બીજી બાજુ, અષાઢી બીજે મેઘરાજાના અમીછાંટણા વચ્ચે નીકળેલી ભગવાનની રથયાત્રામાં અનોખા રંગ જોવા મળ્યા હતા. શણગારાયેલા ગજરાજો કરતબબાજો, અખાડા, અલગ-અલગ ટેબ્લો, કોવીડની થીમથી આ વખતની રથયાત્રા અલગ પડી રહી હતી. કરતબબાજો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

  કોમી એકલાસનું વાતાવરણ જોવા મળ્યું

  રંગેચંગે રથયાત્રા દરિયાપુર પહોંચતા જ કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું. દરિયાપુર વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. મુસ્લિમ બિરાદરોએ સફેદ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો હતો. આમ, દરિયાપુરમાં રથયાત્રા દરમિયાન કોમી એકતાની મિસાલ જોવા મળી હતી.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन