અખાડા પ્રયાગો, વૈદિક મંત્રોચાર અને પ્રસાદના સ્વાદ વચ્ચે મજેદાર બનશે રથયાત્રાનો રંગ !

News18 Gujarati
Updated: July 12, 2018, 6:37 PM IST
અખાડા પ્રયાગો, વૈદિક મંત્રોચાર અને પ્રસાદના સ્વાદ વચ્ચે મજેદાર બનશે રથયાત્રાનો રંગ !
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 6:37 PM IST

અમદાવાદ : રથયાત્રા હોય એટલે અવનવો પ્રસાદ, અખાડાના અનેકવિધ દાવપેચ અને ભક્તિભાવ ન હોય તેવું બને ? આ વખતની રથયાત્રામાં  30,000 કિલો મગની સામગ્રી ધરાવાશે। આ સાથે 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડીની પણ સામગ્રી હશે. આ વખતે રથયાત્રાનો 1.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. 141મી રથયાત્રાના આયોજન અંગે માહિતી આપતા ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, આ વખતની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેંડબાજા રહેશે હાજર રહેશે। 2500 જેટલા સાધુ-સંતો રથયાત્રામાં હશે.


પહિન્દ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ હાજર રહેશે।  14મી જુલાઈ,શનિવારે સવારે 4 કલાકે મંગળા આરતી થશે, સવારે 4.30 ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવશે, 5.45 કલાકે ભગવાનને રથમાં બેસાડાશે અને સવારે 7 વાગે રથયાત્રાનો પ્રારંભ થશે.


આ વખતની રથયાત્રાની થીમ હેરિટેજ આધારિત હશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રથોને 1200થી વધુ ખલાસીઓ ખેંચશે। 12 જુલાઈ સવારે 8 કલાકે ભગવાન ગર્ભગૃહમાં પ્રવેશ કરશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે  નેત્રોત્સવ થશે.


ભગવાન જગન્નાથજીની રથયાત્રા 14મી જૂલાઈના રોજ શહેરના પરંપરાગત રૂટ પરથી નિકળશે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ અમદાવાદના 15 કિલોમીટરની નગરચર્યા કરશે. જે દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામ રથમાં સવાર થશે.. આ રથના રંગકામનું કામ શરૂ થઈ ગયું છે. જયારે ભગવાનનાં જગન્નાથજીના રથ નંદીઘોષને સંપૂર્ણપણે પીળા રંગથી શણગારવામાં આવ્યો છે તો ભાઈ બળભદ્રના તાલધ્વજને કેસરિયા જ્યારે બહેન સુભદ્રાજીના રથને લાલ રંગથી શણગારવામાં આવ્યો છે.

First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...