Home /News /ahmedabad /

Video: બે વર્ષ બાદ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો દેખાયો અનોખો સમન્વય

Video: બે વર્ષ બાદ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો દેખાયો અનોખો સમન્વય

. બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનું ભોજન લે તેવો અંદાજ છે.

Rathyatra 2022: મામાના ઘરે ભાણેજના સ્વાગતની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. આ સાથે મોટી સંખ્યામા પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.

    અમદાવાદ: આજે જગન્નાથ મંદિરની (Jagannath rath yatra) 145મી રથયાત્રા યોજાઇ રહી છે ત્યારે આખા શહેરમાં (Jagannath rath yatra in Ahmedabad) ઉત્સાહનો માહોલ છવાયો છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે પણ રથયાત્રાનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. સરસપુરમાં આજે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય થયો છે. મામાના ઘરે ભાણેજના સ્વાગતની જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. આ સાથે મોટી સંખ્યામા પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.

    દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ પહોંચે છે ત્યારે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપપુરમાં કુલ 15 રસોડા તૈયાર કરાયા છે. બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનું ભોજન લે તેવો અંદાજ છે.



    સરસપુરની જે પોળમાં જમણવાર થશે તેમાં મોટી સાળવી વાડ, લીમડા પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, તળિયાની પોળ, પીપળા પોળ, લુહાર શેરીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આખો રૂમ ભરાઇ જાય તેટલો બૂંદી-ફૂલવડીનો પ્રસાદ તૈયાર કરાયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, રથયાત્રા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन